અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદમાં ઇસ્લામિક આતંકવાદ અને પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો હતો. મોટેરા સ્ટેડિયમમાં 'નમસ્તે ટ્રમ્પ' ઇવેન્ટ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમારો દેશ ઇસ્લામિક આતંકવાદનો શિકાર રહ્યો છે, જેની વિરુદ્ધ અમે લડાઈ લડી છે. અમેરિકાએ પોતાના એક્શનમાં આઈએસઆઈએસને ખતમ કર્યું અને અલ બગદાદીનો ખાતમો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યાં છીએ, પાકિસ્તાન પર પણ અમેરિકાએ દબાવ બનાવ્યો છે. પાકિસ્તાને આતંકવાદ વિરુદ્ધ પગલાં ભરવા પડશે. અમેરિકા અને ભારત આતંકવાદીઓને રોકવા અને તેની વિચારધારાને લડવા માટે સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક