ચેતન પટેલ, સુરત: આજે વિશ્વ રક્તદાન દિવસ (World Blood Donor Day ) છે અને સુરત (Surat) માં ગણતરીના એવા લોકો છે કે તેઓએ પોતાના જીવનકાળમાં વધુ વખત બ્લડ ડોનેશન (Blood Donation) કરી લોકોને જીવનદાન આપવામાં યોગદાન આપ્યું છે. એકતરફ સુરતના ડો. પ્રફુલ શિરોયા અત્યાર સુધીમાં 174 વખત બ્લડ ડોનેશન (Blood Donation) કરી ચુક્યા છે અને તેઓએ 200થી વધુ વખત બ્લડ ડોનેશન કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. જ્યારે બીજી તરફ 
93 વખત રક્તદાન કરનાર ઘનશ્યામ ભાઈએ 11 વર્ષમાં અનેક બ્લડ કેમ્પ યોજી 17 હજાર લોહીની બોટલો બ્લડ બેન્કને અપાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જરૂરિયાતમંદ દર્દીઓને લોહી (Blood) આપવાનું આ ભગીરથ કામ દેશની વસ્તી કરતા ઘણા ઓછા લોકો પોતાના જીવનમાં કરતા હોય છે. ત્યારે સુરતના ડો. પ્રફુલ શિરોયા અત્યાર સુધીમાં 174 વખત રક્તદાન (Blood Donation) કરી ચુક્યા છે. પરંતુ તેઓએ હજી પણ સંતોષ નથી. તેઓ જરૂરિયાતમંદને જ્યારે પણ રક્તની જરૂર હોય ત્યારે તે આપવા તૈયાર છે. તેઓ જીવનમાં 200થી વધુ વખત રક્તદાન કરવા માંગે છે. સુરતના ઘનશ્યામ વસાણીએ માનવતાના ધોરણે સ્વૈચ્છીક રીતે રક્તદાન કર્યું છે. 93 વખત રક્તદાન કરીને તેઓએ અનેક જિંદગી બચાવવાનો પ્રયત્ન કર્યો છે. 

ઇસુદાન ગઢવી વિધિવત રીતે આપમાં જોડાયા, કેજરીવાલે કહ્યું, ગુજરાતના 6 કરોડ લોકો જાતે જ નક્કી કરશે ગુજરાત મોડલ


રેડ ક્રોસ સોસાયટી સુરત (Red Cross Society Surat) ના પ્રમુખ ડો.પ્રફુલ શિરોયા એ જણાવ્યું હતું કે, હું મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે અનેક વાર હોસ્પિટલમાં જવાનું થતું અને ગરીબ લોકો હોસ્પિટલમાં સારવાર લેવા આવતા હતા. તેઓને લોહીની જરૂરત પડતી અને લોહી નહિ મળવાને કારણે તેમનું મૃત્યુ પણ થઈ જતું. ત્યારે અમારું હદય દ્રવી ઉઠતું હતું. ત્યારે મેં અને મારા 25 જેટલા મિત્રોએ તેમના માટે રક્તદાન કરવું જોઈએ એ વિચાર કરી રક્તદાનની શરૂઆત કરી હતી. 


જીવનમાં ટાર્ગેટ ઘણા બધા હોય છે. પરંતુ જ્યારે રક્તદાન Blood Donation)ની વાત કરું ત્યારે મેં 174 વખત બ્લડ ડોનેશન કર્યું છે અને ત્યાર પછી પણ બે સેન્ચ્યુરી પૂરી કરવા માટે હજુ મારે 25 વાર ડોનેશન કરવાનું છે. એવી ભગવાનને પ્રાર્થના કરું છું કે દરેક વ્યક્તિ રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓને લોહીની જરૂરીયાત પુરી પાડે. કારણકે રક્તદાન જેવું બીજું કોઈ દાન નથી. 

પ્રશાંત કિશોર બની શકે છે કોંગ્રેસના રણનિતિકાર, ઘણા દિગ્ગજોને આપી ચૂક્યા છે રાજકીય મંત્ર


ઘનશ્યામ વસાણીએ જણાવ્યું હતું કે, મેં મારા જીવનમાં લોહી આપવાની શરૂઆત 26 વર્ષ થી કરી હતી. આજે મને 55 વર્ષ 1લી એપ્રિલે થયા. ત્યાં સુધીમાં મેં 93 વખત બ્લડ ડોનેશન Blood Donation) કર્યું છે. સુરતમાં લગભગ આઠ બ્લડ બેંકો છે. આ તમામ બ્લડ બેંકોને બ્લડ કેમ્પ યોજીને 17 હજાર કરતા પણ વધારે બોટલો મારા દ્વારા અપાઈ છે. 


દસ વર્ષ પહેલા વિચાર આવ્યો કે ઉનાળામાં બ્લડની જરૂરિયાત વધારે હોય છે. ત્યારે મેં સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન નામની એનજીઓની શરૂઆત કરી. આ એનજીઓ (NGO) ના માધ્યમથી અલગ-અલગ બ્લડ કેમ્પનું આયોજન શહેરમાં કરવામાં આવે છે . જેથી જરૂરીયાત મંદ દર્દીને સમયસર લોહી મળી શકે. મારી ઈચ્છા 100નો આંકડો પાર કરવાની છે. દર વર્ષે સુરતમાં 100000 થી 1,10,000 બોટલ ની જરૂરિયાત હોય છે.

મગજ ચકરાવે ચડી જાય એવા નુખસા અપનાવે છે બુટલેગરો, ચોખાના ભૂંસામાંથી ઝડપાયો દારૂ


જેની સામે માત્ર 90 થી 95 હજાર જેટલી જ બોટલ આવે છે. હું લોકોને અપીલ કરું છું કે જન્મ દિવસ હોય કે લગ્ન પ્રસંગે અથવા તો કોઈના બેસણામાં પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવું જોઈએ. જેને કારણે સમાજમાં એક અલગ મેસેજ જશે. વિજ્ઞાને જેટલી પણ પ્રગતિ કરી હોય પરંતુ માણસને જે રક્તની જરૂરિયાત હોય છે તે માણસ જ પૂરી કરી શકે છે. રક્તદાન એ મહાદાન છે. રક્તદાન એજ જીવનદાન છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube