સ્થાપત્યોમાં કવિતા સર્જનારા વિખ્યાત આર્કિટેક્ટ બી.વી. દોશીની વિદાય
દેશવિદેશમાં ખ્યાતિ પામેલા ગુજરાતના જાણીતા આર્કિટેક બી.વી.દોશીનું નિધન થયું છે. તેઓએ આજે 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આર્કિટેક્ચરની દુનિયામાં બીવી દોશી અત્યંત જાણીતુ નામ છે. દોશીએ 20મી સદીના બે પ્રખ્યાત આર્કિટેક્ટ, લે કોર્બ્યુઝિયર અને લુઈસ કાહ્ન સાથે કામ કર્યું હતું. બીવી જોશીએ 100 થી વધુ ઇમારતો ડિઝાઇન કરી છે.
Architect BV Doshi Death બ્રિજેશ દોશી/ગાંધીનગર : દેશવિદેશમાં ખ્યાતિ પામેલા ગુજરાતના જાણીતા આર્કિટેક બી.વી.દોશીનું નિધન થયું છે. તેઓએ આજે 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આર્કિટેક્ચરની દુનિયામાં બીવી દોશી અત્યંત જાણીતુ નામ છે. દોશીએ 20મી સદીના બે પ્રખ્યાત આર્કિટેક્ટ, લે કોર્બ્યુઝિયર અને લુઈસ કાહ્ન સાથે કામ કર્યું હતું. બીવી જોશીએ 100 થી વધુ ઇમારતો ડિઝાઇન કરી છે. તેમણે આઈ આઈ એમ બેંગ્લોર, આઈઆઈએમ ઉદેપુર, નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજી ન્યુ દિલ્હી સહિત અનેક જાણીતી બિલ્ડિંગનની ડિઝાઇન તૈયાર કરી હતી.
2018માં, તેઓ પ્રિત્ઝકર આર્કિટેક્ચર પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય આર્કિટેક્ટ બન્યા હતા, જે આર્કિટેક્ચરના સૌથી પ્રતિષ્ઠિત ઈનામોમાંનું એક માનવામાં આવે છે. તેમને પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી પણ નવાજવામાં આવ્યા છે. તેઓને 2022 માટે રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બ્રિટિશ આર્કિટેક્ટ્સનો રોયલ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. દોશીના તેમના અભ્યાસ દ્વારા ભારતીય અને અંગ્રેજી વારસાના પુનઃ એકીકરણ પરના કાર્યને 2007 માં સસ્ટેનેબલ આર્કિટેક્ચર માટે વૈશ્વિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, જે એવોર્ડની પ્રથમ આવૃત્તિ હતી. આ એવોર્ડ વૈકલ્પિક વિકાસ મોડલની દિશામાં દોશીના મહત્વપૂર્ણ પગલાને માન્યતા આપે છે.
[[{"fid":"422269","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"BV_Doshi_zee3.jpg","field_file_image_title_text[und][0][value]":"BV_Doshi_zee3.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"BV_Doshi_zee3.jpg","field_file_image_title_text[und][0][value]":"BV_Doshi_zee3.jpg"}},"link_text":false,"attributes":{"alt":"BV_Doshi_zee3.jpg","title":"BV_Doshi_zee3.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
આ પણ વાંચો :
અમદાવાદ એરપોર્ટ પર પાટીલ સાથે મોટી દુર્ઘટના ટળી, પ્લેનને સુરક્ષિત લેન્ડિંગ કરાયું
પોતાની કામગીરી વિશે બીવી દોશીએ કહ્યુ હતું કે, તેઓ ઐતિહાસિક ભારતીય સ્મારકો તેમજ યુરોપિયન અને અમેરિકન આર્કિટેક્ટના કામથી પ્રેરિત થયા છે. એકેડેમિક ક્ષેત્રે પણ બીવી દોશીએ મોટું યોગદાન આપ્યું છે.
આ પણ વાંચો : માલધારી સમાજનો સૌથી મોટો મહી બીજ ઉત્સવ આવ્યો, નદી-સાગરના લગ્ન સાથે જોડાયેલો પ્રસંગ