Amreli News કેતન બગડા/અમરેલી : સમગ્ર વિશ્વમાં આપે અનેક મંદિરો જોયા હશે પરંતુ અમરેલી જિલ્લામાં રાજુલા ના ભેરાઈ ગામ નજીક રેલવે ફાટક પાસે સિંહનું સ્મારક મંદિર બનાવવામાં આવ્યું છે.ત્યારે આજે વિશ્વ સિંહ દિવસને લઈને અહીં પૂજા અર્ચના કરી આરતીઓ કરી સિંહના સ્મારકના દર્શન કરવા લોકો આવે છે. 2014માં રેલવે ટ્રેક ઉપર 2 સિંહોના મોત બાદ પર્યાવરણ પ્રેમીઓ તેમજ સિંહ પ્રેમીઓ દ્વારા રેલવે ટ્રેક નજીક સિંહ સ્મારક ઉભું કર્યું. મૃતક સિંહો ખુબજ લોકપ્રિય અને આ વિસ્તારના પ્રખ્યાત હતા લોકોની સિંહો સાથે આસ્થા અને લાગણીઓ સીધી રીતે જોડાયેલી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2014 માં અમરેલી જિલ્લામાં સિંહોનું પહેલી વખત રેલવે ટ્રેકમાં અકસ્માત થયો હતો. રાજુલાના ભેરાઇ ગામ નજીક આવેલ રેલવે ટ્રેક ઉપર ગુડ્સ ટ્રેન હડફેટે 2 સિંહોના મોત નિપજ્યા સમગ્ર વિસ્તારમાં શોકમય માહોલ અને સિંહ પ્રેમીઓ પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ભેરાઇ ગ્રામજનોમાં પણ સિંહો પ્રત્યે લાગણીઓ હોવાને કારણે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સિંહના સ્મારક બનાવનું નકકી કરાયુ હતુ. આ માટે ગામના ખેડૂત હરસુરભાઈ રામએ પોતાની જમીન આપી અને સિંહ પ્રેમીઓ પર્યાવરણ પ્રેમીઓ અલગ અલગ દાતાઓ મારફતે સિંહ સ્મારક રેલવે ટ્રેક વિસ્તારમાં બનાવ્યું.


સોની વેપારીઓ જેને ધંધામાં લકી માને છે તે પ્રતિબંધિત ઈન્દ્રજાળ છોડ સાથે વેપારી પકડાયો


આજે સ્થાનિકો અહીં નિયમિત પૂજા અર્ચના કરી મંદિરની દેખરેખ પણ રાખી રહ્યા છે. જ્યારે આ સિંહોના મોત થયા તે સિંહોની વિશેષતાના કારણે લાગણીઓ સીધી રીતે જોડાયેલી હોવાને કારણે એક આસ્થા જેવી સ્થિતિ સર્જાઈ છે. અહીં પર્યાવરણ પ્રેમીઓ સિંહ પ્રેમીઓ સ્મારકના દર્શન કરવા પણ આવી રહ્યા છે. જ્યારે બે સિંહણો ટ્રેક પર મોતને ભેટી તે સિંહણો આ વિસ્તારની માનીતિ અને લાડલીઓ હતી. જેના કારણે લોકોમાં તેમની વધુમાં વધુ લાગણીઓ જોવા મળી રહી છે. સ્વભાવની ખૂબ શાંત સ્વભાવ હતી. જેથી લોકો આજે પણ તેમના પ્રત્યે આટલો આદર છે.


સુરતીઓના માથાનો દુખાવો બનેલી જળકુંભી હવે કરોડોની કમાણી કરી આપશે


રાજુલાના પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન વિપુલ લહેરીએ જણાવ્યું કે વર્ષ 2014માં રેલવે ટ્રેક ઉપર અહીં 2 સિંહણો કપાય જતા મોત થયું હતું તે સિંહણો ખુબજ પ્રોપ્યુલર સિંહણો હતી અને અમારા વિસ્તારની પ્રખ્યાત હતી બધાની વચ્ચે રહેતી હતી બધા જ લોકોને સારો વિચાર આવ્યો અને સિંહ સ્મારક બનાવ્યું હતું વિશ્વની અંદર અહીં એક મંદિર બન્યું છે દર વર્ષે અહીં સિંહ ચાલીસા કર્યે છીએ વનવિભાગ બધા જ આવે છે લોકો આરતી ઉતારવા આવે છે તો કેટલાક તો માંનતાઓ ઉતારવામાં આવે છે લોકો ફરવા પણ આવે છે અમારા વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં સિંહો આવેલા છે રાજુલા જાફરાબાદ વિસ્તારમાં ખૂબ સિંહો છે તો સિંહ વિશ્વ દિવસ નિમિત્તે સિંહ બચાવો ગીર બચાવો અમે સિંહ સાથે છીએ. 


હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આ જિલ્લાઓ માટે આજનો દિવસ ભારે, વરસાદનું સંકટ આવશે