સુરતીઓના માથાનો દુખાવો બનેલી જળકુંભી હવે કરોડોની કમાણી કરી આપશે
Textile From Jalkumbh : તાપી નદીમાં ચારેતરફ ફેલાયેલી જળકુંભીના નિકાલનું હવે સોલ્યુશન મળી ગયું છે, ચેમ્બર ઓફ કોમર્સ સુરત દ્વારા જળકુંભી પર એક રિસર્ચ કરીને જ્યૂટ તૈયાર કરવામાં આવી છે.
Trending Photos
surat news ચેતન પટેલ/સુરત : જે જળકુંભી સુરત મહાનગરપાલિકા માટે માથાના સમા હતી તે હવે કાપડ ઉદ્યોગ માટે આશીર્વાદ સમા અને આર્થિક સાધન બની રહેશે. એક રિસર્ચ કરવામાં આવ્યું છે. જેમાં આ જળકુંભીનો ઉપયોગ કરીને તેમાંથી હવે અલગ અલગ ગારમેન્ટ અને સાડીઓ બનાવવામાં આવશે. આ સાથે કાપડ ઉદ્યોગ કરોડો રૂપિયાની કમાણી પણ કરશે. સુરત મહાનગરપાલિકા દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને જળ કુભી તાપીમાંથી દૂર કરતી હોય છે ત્યારે આ જળકુંભીનો ઉપયોગ હવે કાપડ ઉદ્યોગ કરશે.
સુરત શહેરની તાપી નદીમાં દર વર્ષે જળકુંભીની લીલી ચાદર જોવા મળતી હોય છે. આ જળકુંભીના કારણે પાણી પ્રદૂષિત પણ થતું હોય છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે આ જળકુંભીના નિકાલ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે, તેમ છતાં જળકુંભી સમસ્યા જોવા મળતી હોય છે. ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ સુરત દ્વારા જળકુંભી પર એક રિસર્ચ કરીને જ્યૂટ તૈયાર કરવામાં આવી છે. જેમાં જળકુંભીથી ટેક્સટાઇલ ઉદ્યોગને શું લાભ થઈ શકે અને આ રિસર્ચથી કયા કયા ગારમેન્ટ બની શકે.
સુરતના સરસાણા વિસ્તાર ખાતે ચેમ્બર ઓફ કોમર્સના કન્વેન્શન હોલ ખાતે યાર્ન એક્સપો આયોજિત કરવામાં આવ્યું છે. આ એક્સપોમાં સૌની નજર એક ખાસ જ્યૂટ પર છે. કારણ કે આ જ્યૂટ નદીમાં ઓક્સિજન ઓછું કરનારી વનસ્પતિ જળકુંભીથી તૈયાર કરવામાં આવી છે. સુરત ચેમ્બર ઓફ કોમર્સના ગ્લોબલ ફેબ્રિકસ એન્ડ રિસોર્સિસ રિસર્ચ સેન્ટર દ્વારા વિચારવામાં આવ્યું કે તાપી નદીમાં જે જળકુંભી થાય છે તેનાથી કઈ રીતે યાર્ન બનાવવામાં આવે? જેનો ઉપયોગ ટેક્સટાઇલ ઉદ્યોગમાં કરી શકાય.
આ વિશે ચેમ્બર ઓફ કોમર્સના એક્ઝિબિશનના ગ્રૂપ ચેરમેન બીજલ જરીવાલાએ જણાવ્યું કે, આ રિસર્ચના કારણે હવે સુરતને નેચરલ રિસોર્સિસથી વધુ એક યાર્ન મળી રહેશે. સસ્તા યાર્નના કારણે કાપડ ઉદ્યોગને પણ વેગ મળશે, સાથોસાથ તાપી નદીમાં જે જળકુંભીના કારણે પ્રદૂષણ થાય છે એનાથી પણ મુક્તિ મળશે.જળકુંભીમાંથી યાર્ન તૈયાર કરીને તેમાંથી સુરતમાં ફેબ્રિકસ અને સાડીઓ બની શકે એવું એક રિસર્ચ ગ્લોબલ ફેબ્રિક એન્ડ રિસોર્સિસ રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવ્યું છે. આ વિચાર લગભગ બે વર્ષ પહેલાં આવ્યો હતો. ત્યાર પછી રિસર્ચ ટીમ દ્વારા એની પર રિસર્ચ કરીને આ એક યાર્ન તૈયાર કર્યું છે. આ એક જ્યૂટ પ્રકારનો યાર્ન છે. જેમાંથી કોઈપણ ફેબ્રિક બનાવી શકાય છે આ યાર્નને વેલ્યુ એડિશન તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે અને એમાંથી શૂટિંગ-સર્ટિંગ, ગાર્મેન્ટ અને સાડી પણ બની શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે