World Organ Transplant Day: કિડની હોસ્પિટલમાં 500 કરતાં વધુ દર્દીઓ કિડની માટે વેઇટિંગ લિસ્ટમાં
કિડની અને લીવર માટે સમયમર્યાદા તેને મેચ કરવું, ટ્રાન્સપ્લાન્ટ કરવું ખૂબ અઘરું છે. કિડની હોસ્પિટલમાં 500 કરતા વધુ દર્દીઓ કિડની માટે વેઇટિંગ લિસ્ટમાં છે.
અતુલ તિવારી, ગાંધીનગર: ગુજરાત મીડિયા ક્લબ અને સિવિલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલ દ્વારા અંગદાન માટે લોકોને પ્રેરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ વિશેષ કાર્યક્રમમાં સીએમ રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, આરોગ્ય વિભાગના ACS મનોજ અગ્રવાલ, સીપી સંજય શ્રીવાસ્તવ તેમજ કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડોકટર વિનીત મિશ્રા સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે. આ ખાસ કાર્યક્રમના માધ્યમથી કોરોના વોરિયર્સ - મીડિયાકર્મીઓને પણ સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન નિતિન પટેલે જણાવ્યું હતું કે ઓર્ગન ડોનેશનને પ્રોત્સાહન આપવા વધુમાં વધુ નાગરિકો જાગૃત થાય. પોતે હયાત ન રહે ત્યારે બીજાના જીવનને બચાવવા દાન આપે જેને મહાદાન કહી શકાય એવા કામ માટે GMC દ્વારા જોડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જે કામ આરોગ્ય વિભાગે કરવું જોઈએ એ ગુજરાતના પત્રકાર મિત્રો તરફથી કરાઈ રહ્યું છે. Sotto કાયદો જ્યારે અમલમાં લાવવાનો હતો ત્યારે પણ પત્રકારમીત્રો સાથે મુલાકાતનો કાર્યક્રમ કરાયો હતો.
Surat ના એક મકાનમાં જોવા મળે છે તરતી ઈંટો, બે ઈંટો વચ્ચે આશરે બેથી ત્રણ ઇંચનો ગેપ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત હમેશા દીર્ઘદ્રષ્ટિને જાણીને એના અનુરૂપ કામ કરે છે. પીએમ મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા, ત્યારે આ પરિસ્થિતિ અને આવનાર સમયને જાણીને અનેક પગલાં લીધા છે. કિડની ઇન્સ્ટિટ્યૂટ કે આપણા વડીલ ત્રિવેદી સાહેબનું નામ યાદ આવે એ કામને આગળ વધારવા માટે એમણે મોદીજીને રીકવેસ્ટ કરી કે અન્ય રાજ્યના દર્દીઓ પણ કિડનીની સારવાર માટે આવે છે ત્યારે આ કિડની ઇન્સ્ટિટ્યૂટ નાની પડે છે. એ વખતે મોદીજીએ નિર્ણય કરેલો કે દેશ અને રાજ્યની વસ્તી વધી રહી છે ત્યારે દર્દીઓ પણ વધે, સારવાર લેવાની પણ જાગૃતિ પણ વધે.
ખાનગીનો ખર્ચ પોસાય નહીં, સરકારીમાં મોટી સંખ્યામાં લોકો આવે છે, ત્યારે મંજુ શ્રી એ વખતે જ હસ્તક લઈ નવી બિલ્ડીંગ બનાવી તૈયાર કરી છે. નવી આંખની અને કેન્સર હોસ્પિટલનું એકસ્પેનશન પૂર્ણ કર્યું છે. અમે 1200 બેડની હોસ્પિટલ નામ આપ્યું નથી પણ તમે પત્રકારોએ નામ પ્રસિદ્ધ કર્યું કે અમને હવે ફોન આવે છે કે 1200 બેડમાં જગ્યા અપાવો. કિડની હોસ્પિટલ માત્ર અમદાવાદમાં જ નહીં સુરતમાં પણ નવું બિલ્ડીંગ તૈયાર કર્યું છે.
દૂધ નહીં આપતાં PM અને CM ને કરી રજૂઆત, 'હું ગરીબ છું એટલે ધક્કા ખાવા પડે છે મોદી સાહેબ'
કમનસીબે કોરોના મહામારી શરૂ થઈ, અમારે વ્યવસ્થા જોઈતી હતી. 1200 બેડ મધર એન્ડ ચાઈલ્ડ તરીકે ડેવલપ કરવાની છે. એ હોસ્પિટલનો હેતુ માતા મૃત્યુદર ઘટે, બાળક સ્વસ્થ જન્મે.. પણ અમે તાત્કાલિક તેને કોરોનામાં ફેરવી દીધી. કિડની પહેલા વેચાતી હતી, સુખી વ્યક્તિના પરિવારમાં કોઈ ના હોય, મેચ ના થાય અથવા આપવી ના હોય તો ખરીદવામાં આવતી, પછી કાયદો લાવ્યા કે આવી રીતે વેચી કે ખરીદી નહીં શકાય.
ગુજરાતમાં સૌથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન કર્યા હોય તો પ્રાંજલ મોદી છે, જેમની એચ.એલ.ત્રિવેદી સાહેબના નામનો જોડીને યુનિ. શરૂ કરી અમે સૌપ્રથમ વીસી તરીકે તેમની નિમણુંક કરી હતી. કિડની અને લીવર માટે સમયમર્યાદા તેને મેચ કરવું, ટ્રાન્સપ્લાન્ટ કરવું ખૂબ અઘરું છે. કિડની હોસ્પિટલમાં 500 કરતા વધુ દર્દીઓ કિડની માટે વેઇટિંગ લિસ્ટમાં છે. હાલ રાજ્યમાં 54 જગ્યાએ 54 ડાયાલીસીસ સેન્ટર ચાલે છે, દર અઠવાડિયે બે કે ત્રણ વાર ડાયાલીસીસ વિનામૂલ્યે આરોગ્ય વિભાગ કરે છે અને આ ઉપરાંત આવવા જવાનો ખર્ચ પેટે ડાયાલિસિસ કરાવવાનારને 300 રૂપિયા આપવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube