પર્યાવરણ ક્ષેત્રે વાસદમાં રચાયો વર્લ્ડ રેકોર્ડ, 5,000 લોકો...60 મિનિટ અને 2.50 લાખ સીડબોલ
વાસદની એસવીઆઈટી કોલેજ ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રત અને આધ્યાત્મિક ગુરૂ શ્રીશ્રી રવિશંકરજીની હાજરીમાં આર્ટ ઓફ લીવિંગ સાથે સંકળાયેલા પાંચ હજારથી વધુ લોકોએ માત્ર 60 મિનીટમાં 2.50 લાખ સીડબોલ બનાવી વિશ્વ રેકોર્ડ કર્યો હતો.
બુરહાન પઠાણ/આણંદ: આણંદ જિલ્લાનાં વાસદમાં પર્યાવરણને બચાવવા માટે આજે આર્ટ ઓફ લિવિંગનાં શ્રીશ્રી રવિશંકરજી અને રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પાંચ હજાર લોકોએ માત્ર 60 મિનિટમાં 2.50 લાખ સીડબોલ બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવવા સાથે અનોખી પહલ કરી હતી.
ડાકોર મંદિરમાં થઈ મોટી લૂંટ; 80 ગામના લોકો 151 મણનો અન્નકૂટ લૂંટીને લઈ ગયા
વાસદની એસવીઆઈટી કોલેજ ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રત અને આધ્યાત્મિક ગુરૂ શ્રીશ્રી રવિશંકરજીની હાજરીમાં આર્ટ ઓફ લીવિંગ સાથે સંકળાયેલા પાંચ હજારથી વધુ લોકોએ માત્ર 60 મિનીટમાં 2.50 લાખ સીડબોલ બનાવી વિશ્વ રેકોર્ડ કર્યો હતો. આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઘટતા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતાં તેમાંથી ઉત્પન્ન થતા અન્ન, ફળ અને શાકભાજી ઝેરયુક્ત હોય છે. જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જેને પરિણામે કેન્સર, હ્રદયરોગ અને મધુપ્રમેહ જેવી બિમારીઓ વધી છે. આ બધામાંથી બચવાનો એક માત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે. આ એક વર્લ્ડ રેકોર્ડ છે, જેની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં લેવાઈ હતી. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિ દ્વારા આ અંગેનું પ્રમાણપત્ર આર્ટ ઓફ લીવીંગના શ્રી શ્રી રવિશંકરજીને અર્પણ કરવામાં આવ્યું હતુ.
આજથી બદલાયો ટ્રેન ટિકીટ રિઝર્વેશનનો નિયમ! જાણો બુકિંગથી લઈને કેન્સિલેશનનો નિયમ
આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન દ્વારા વાસદ ખાતે ‘‘સીડ ધ અર્થ’’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ હજારથી વધુ લોકો ભેગા મળીને માત્ર ૬૦ મિનિટમાં ૨.૫૦ લાખ સીડ બોલ તૈયાર કરી હરિત ભારતના નિર્માણમાં યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં બે વર્લ્ડ રેકોર્ડ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ સીડબોલ બનાવવાનો તથા સીડબોલ ટ્રેનો ઉપયોગ કરીને સૌથી લાંબુ સ્લોગન બનાવવાનો રેકોર્ડ નોંધાયો હતો.
આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરજીએ દિપાવલી પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં અન્નનું ખૂબ જ મહત્વ છે. સારા અન્નનું દાન કરવા માટે સારા બીજનું હોવું પણ અત્યંત જરૂરી છે. આજે આપણો દેશ આઝાદ છે. પરંતુ બીજના ક્ષેત્રમાં આપણે હજુ ગુલામ જ છીએ. આ ગુલામીમાંથી બહાર આવવા માટે આપણે બીજના સંરક્ષણનું કાર્ય કરવું જ પડશે.તેમણે સીડબોલ બનાવવા માટે નોંધાયેલા વર્લ્ડ રેકોર્ડ બદલ સૌને અભિનંદન પાઠવતા ઉમેર્યું હતું કે, દેશી બીજને બચાવવા એ આજના સમયની તાતી જરૂરિયાત છે.
હજારો દિવડા અને રંગબેરંગી લાઈટથી ગુજરાતનુ આ મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યુ! ભક્તોમાં આનંદ
આજે દુનિયામાં બોંબ દ્વારા લોકો મરી રહ્યા છે. પરંતુ આજે બનાવવા આવેલ સીડબોમ્બ એ લોકોને બચાવવા માટેનો બોમ્બ છે. તે આપણે વરસાવવાનો છે. તેમ જણાવી એમણે આ સીડબોમ્બ દ્વારા દુનિયાનું ભલું થશે તેવી કામના પણ વ્યક્ત કરી હતી. શ્રી શ્રી કૃષિ સાયન્સ અને ટેક્નોલોજી ટ્રસ્ટના ચેરમેન ડો. પ્રભાકર રાવે જણાવ્યું કે એસ.વી.આઈ.ટી.ના સહકારથી આજે તૈયાર કરવામાં આવેલ સીડબોલનું આગામી ચોમાસાની સીઝનમાં વાવેતર કરવામાં આવશે.