રવિ અગ્રવાલ, વડોદરા: નવા વર્ષ નિમિત્તે વડોદરાના અટલાદરા ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં વિશ્વનું સૌથી મોટું અન્નકુટ મહોત્સવ ભાવિ ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. 3500 વાનગીઓથી બનાવેલ મહા અન્નકૂટ માટે સ્વામિનારાયણ સંપ્રદાય ધ્વારા ખાસ એક અલાયદી ડોમ તૈયાર કરાયો છે. જેમાં બ્રહ્માંડમાં લોકો આવી ગયા હોય તેવુ ડેકોરેશન કરવામાં આવ્યું છે. જેમાં આગમન સમયે હાથીઓની કૃતિઓ ભક્તોનું સ્વાગત કરી રહી છે સાથે જ તમામ ભગવાન ભક્તોનું સ્વાગત કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- દ્વારકાના ગોમતી ઘાટ પર ભયજનક મોજા ઉછળ્યા, સેલ્ફી લેવા લોકો ટોળે વળ્યા


3500 વાનગીઓનો મહા અન્નકૂટ મહોત્સવને તૈયાર કરવામાં 30 દિવસનો સમય લાગ્યો હતો. મહા અન્નકૂટને 5000 જેટલા સ્વંયસેવકોએ તૈયાર કર્યું છે. નવા વર્ષે અંદાજિત દોઢ થી બે લાખ ભક્તો મહાઅન્નકૂટના દર્શન કરશે. મહા અન્નકૂટના દર્શન કરવા માટે સવારથી ભક્તોની લાંબી લાંબી લાઈનો લાગી છે. મહા અન્નકૂટના દર્શન માટે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્યો અને રાજકીય આગેવાનો પણ આવ્યા. અટલાદરા મંદીરના સંત નિલય સ્વામીજીએ મહાઅન્નકૂટના ડેકોરેશનની ડિઝાઈન આપી છે.


આ પણ વાંચો:- ભાવનગરમાં ગુનેગારો બેખોફ, તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવકની કરી હત્યા


તેમને પહેલા કોમ્પ્યુટરમાં અન્નકૂટની પ્રતૃકૃતિ તૈયાર કરી ત્યારબાદ તેને અમલમાં મુકવામાં આવી. મહત્વની વાત છે કે આ તમામ વાનગીઓને સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો દ્વારા પ્રસાદ સ્વરૂપે વડોદરાવાસીઓમાં વિતરણ કરવામાં આવશે. વૃદ્ધા આશ્રમ, અંધ શાળા, ગરીબ બાળકોમાં પણ પ્રસાદનું વિતરણ કરાશે. મહત્વની વાત છે કે લાખો રૂપિયાના ખર્ચે ડોમ તૈયાર કરાયો છે સાથે જ તમામ વાનગીઓ પણ ખરીદવામાં આવી છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...