સુરતમાં સૌથી મોટા ડાયમંડ બુર્સનું ક્યારે થશે ઉદ્ઘાટન? તારીખ ફાઈનલ, PM મોદીના હસ્તે થશે ઉદ્ઘાટન
આખા વિશ્વના હીરા જગતની નજર સુરતના સુરત ડાયમંડ બુર્સ પર છે. ત્યારે ઉદ્ઘાટનની તારીખ માટે માટે સુરતના તમામ મોટા હીરા ઉદ્યોગપતિઓ PM મોદીને મળ્યા હતા. PM મોદી 17 ડિસેમ્બરના રોજ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે.
ઝી બ્યુરો/સુરત: સહકારી ધોરણે 3400 કરોડના અંદાજિત ખર્ચે સુરતના ખજોદ ખાતે તૈયાર થયેલા અને વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ખ્યાતિ પામી રહેલા સુરત હીરા બુર્સના ઉદઘાટનની તારીખ ફાઇનલ થઇ ગઇ છે.
આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને ગુજરાત કોર્ટનો ફટકો,PM સાથે સંકળાયેલો છે કેસ
આ અંગે સુરત હીરા બુર્સના ચેરમેન વલ્લભભાઇ એસ. લાખાણીએ જણાવ્યું કે ગત તા.2 ઓગસ્ટે નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના પ્રયાસોથી હીરા બુર્સનું ડેલિગેશન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરું મળ્યું હતું. એ સમયે 17 અને 24 ડિસેમ્બર એમ બે પૈકી એક તારીખ ઉદઘાટન માટે નિશ્ચિત કરવાની હતી. જે બાદ સુરત હીરા બુર્સની મળેલી કમિટી મિટીંગમાં નક્કી થયા મુજબ તા.17મી ડિસેમ્બર 2023ના રોજ સુરત હીરા બુર્સનું ઉદઘાટન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.
Chandrayaan 3: ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું ચંદ્રયાન-3...હવે માત્ર લેન્ડિંગ બાકી
વધુમાં તેમણે જણાવ્યું કે, ઉદ્ઘાટન સમારોહ ભવ્યાતિભવ્ય રીતે યોજવામાં આવશે. આ પ્રસંગે દેશ દુનિયાના દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ, ગણ્યમાન્ય વ્યક્તિઓને ખાસ આમંત્રિત કરીને સુરત હીરા બુર્સના ઉદઘાટન સમારોહમાં સહભાગી કરવામાં આવશે. ઉદઘાટન સમયે 4200 પૈકી વધુમાં વધુ ઓફિસો કાર્યરત થઇ જાય એ માટે હાલ યુદ્ધસ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આનંદો! ગુજરાત ST વિભાગમાં કંડક્ટરની મોટી ભરતી: 3342 જગ્યા ભરાશે, જાણો કેવી રીતે કરશો
હીરા બુર્સમાં હીરા ઉદ્યોગપતિઓને જરૂરી તમામ સેવા સુવિધાઓ જેવી કે વેલ્યુશન, વજન, સર્ટિફિકેશન, બોઇલિંગ સહિતની સુવિધાઓ પણ હિરા બુર્સમાં જ ઉપલબ્ધ બની જશે. આ ઉપરાંત હીરા બુર્સ સંકુલમાં જ સ્ટેશનરી, હીરા ઉદ્યોગને લગતા ટુલ્સ એન્ડ ઇક્વીપમેન્ટ્સ, ઓફિસ સ્ટેશનરી વગેરેની સુવિધાઓ પણ ઉદઘાટન પહેલા બુર્સમાં કાર્યરત કરી દેવામાં આવશે.
ગૃહમંત્રી બનવાના સપનાં જોનારા ગયા, પૂર્વ ગૃહમંત્રીને લોટરી લાગી, સંગઠનમાં વધી ગયુ કદ