અમદાવાદ : વિકાસ વિકાસની વાતો વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કેવા ગંભીર પ્રકારનાં ચેડા થઇ રહ્યા છે તેની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. વિદ્યાર્થી ધોરણ 6 થી 8 ના વર્ગ ફરી શરૂ કરવા માટે અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા 4 જુલાઇએ નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયને લગતો પત્ર સોશિયલ મીડિયા દ્વારા તે જ દિવસે ગામલોકો સુધી પહોંચી ચુક્યો હતો. જો કે અધિકારીક રીતે આ પત્ર હજી સુધી પણ પહોંચ્યો નથી. ગમાનપુરા પ્રાથમિક શાળા અધિકારીક પત્રની રાહ જોઇ રહ્યા છે. ગમાનપુરા પ્રાથમિક શાળા દોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવાનો પત્ર મળ્યો નથી. હાલ તો આ પત્ર સરકારી કચેરીમાં ફસાયેલો છે. આ પત્ર જ્યાં સુધી નહી આવે ત્યાં સુધી શાળા પણ કામગીરી આગળ વધારી શકશે નહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેરમાર્કેટમાં રોકાણના નામે યુવક પાસેથી 16 લાખ પડાવ્યા, સુરત પોલીસે ગેંગને ઈન્દોરથી પકડી


સામાન્ય રીતે નિર્ણયના અભાવે કામગીરી અટવાઇ પડતી હોય છે, જો કે અહીં અધિકારી દ્વારા તત્પરતાથી કામગીરી કરી દેવાઇ પરંતુ હવે અધિકારીક રીતે પત્ર પહોંચે તેની રાહે સમગ્ર કામગીરી અટવાઇ પડી છે. હાલ તો શાળાના આચાર્યથી માંડીને ગામ લોકો પત્રની રાહ જોઇ રહ્યા છે. જેના કારણે હાલ સેંકડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અટવાયું છે અને શિક્ષણકાર્ય અટકેલું છે. દસેક દિવસથી અટકેલું પડ્યું છે. આખરે સરકારી કામગીરીથી કંટાળેલા લોકોએ વિરોધ શરૂ કરતા અધિકારીઓ ઉંઘમાંથી જાગ્યા હતા. 


જૂનાગઢના દાતાર પર્વતે શણગાર કર્યો, વરસાદમાં ધોધ વહેતા સુંદર દ્રશ્યો સર્જાયા


ગામજનો દ્વારા જીતુ વાઘાણીનું પુતળાદહન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા શિક્ષણમંત્રીનું બેસણુ રાખવા અંગે પણ વિચારણા ચાલી રહી હતી. જેના પગલે ગમાનપુરામાં પોલીસ કાફલો પણ મોટા પ્રમાણમાં ખડકી દેવાયો હતો. તત્કાલ ડીપીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ગામજનો સાથે વાતચીત કરીને મામલો થાળે પાડ્યો હતો. જો કે લેખીત હૂકમ ન થાય ત્યાં સુધી ગ્રામજનો દ્વારા પોતાનું આંદોલન યથાવત્ત રાખશે. જે દિવસે નિર્ણય લાગુ પડશે ત્યારથી આંદોલન સમેટાઇ જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube