જૂનાગઢના દાતાર પર્વતે શણગાર કર્યો, વરસાદમાં ધોધ વહેતા સુંદર દ્રશ્યો સર્જાયા

Junagadh Rain : જૂનાગઢના ઉપલા દાતાર પર્વત પર 3 ઈંચ વરસાદ વરસ્યો... દાતારની સિડી પર પાણીનો ધોધ વહ્યો... તો દાતાર પર્વતે હિલ સ્ટેશનનું રૂપ ધારણ કર્યું...

જૂનાગઢના દાતાર પર્વતે શણગાર કર્યો, વરસાદમાં ધોધ વહેતા સુંદર દ્રશ્યો સર્જાયા

ભાવિન ત્રિવેદી/ગીર :રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં અતિભારે વરસાદની આગાહી છે. આવામાં ગુજરાતના અનેક જિલ્લાઓનો માહોલ પલોટાયો છે. ક્યાંક પાણી ભરાયા છે. તો ક્યાંક નદીનાળા છલકાયા છે. તો ક્યાંક સુંદર ધોધ વહેતા થયા છે. લોકોની હાલાકી વચ્ચે કુદરતી સૌંદર્યા સોળે કળાએ ખીલી ઉઠ્યુ છે. આવામાં જુનાગઢના દાતાર પર્વત પર ધોધ વહેવા લાગ્યો છે. તો ગીર સોમનાથમાં ભારે વરસાદ બાદ ગીર ગઢડા ખાતે આવેલા દ્રોણેશ્વર ડેમ ત્રીજીવાર છલકાયો. 

જુનાગઢમાં ઉપલા દાતાર પર્વત પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપલા દાતારની જગ્યાના પહાડો પર 3 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. ત્યારે ધોધમાર વરસાદના કારણે પહાડો પરથી પાણીના ધોધ વહેતાં થયા છે. દાતારની સીડી પર ધસમસતું પાણી જોવા મળે છે. સાથે વરસાદનો નયનરમ્ય નજારો પણ જોવા મળ્યો છે. જે હિલ સ્ટેશન જેવો દેખાય છે. 

તો બીજી તરફ, ગીર સોમનાથનો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે, પરંતુ ડેમ ઓવરફ્લો થતાં જિલ્લામાં હરખની હેલી જોવા મળી છે. ગીર ગઢડા ખાતે આવેલો દ્રોણેશ્વર ડેમ ત્રીજી વાર છલકાયો છે. ગીર સોમનાથમાં ભારે વરસાદને કારણે મચ્છુન્દ્રી નદી પાણીની આવક થતા ડેમ છલકાયો છે. મચ્છુન્દ્રી તેમજ ઘોડાવડી નદીમાં પાણી આવતા દ્રોણેશ્વર ડેમમાં પાણી વધી ગયુ છે, તેથી ડેમ છલકાયો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news