વાહ રાજકોટ વાહ! જસદણની આખે આખી ડુપ્લીકેટ તાલુકા પંચાયત ચાલતી હતી
ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર હોય તેમ સરકારી બાબુઓ બિન્દાસ ભ્રષ્ટાચાર આચરતા હોય છે. આવો જ એક કિસ્સો રાજકોટ જિલ્લાના જસદણમાં સામે આવ્યો છે. અહીંયા તાલુકા પંચાયતના બે કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યો હતો. આ તાલુકા પંચાયત કચેરીના બાંધકામ શાખાના બે અધિકારીઓ સામે જ ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો લાગ્યા હતા.
રાજકોટ : ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર હોય તેમ સરકારી બાબુઓ બિન્દાસ ભ્રષ્ટાચાર આચરતા હોય છે. આવો જ એક કિસ્સો રાજકોટ જિલ્લાના જસદણમાં સામે આવ્યો છે. અહીંયા તાલુકા પંચાયતના બે કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યો હતો. આ તાલુકા પંચાયત કચેરીના બાંધકામ શાખાના બે અધિકારીઓ સામે જ ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો લાગ્યા હતા.
જસદણ તાલુકા પંચાયતની કચેરી આ કચેરી હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. અહીંયા નોકરી કરતા બે કર્મચારીઓના કારનામાને કારણે અહીંના અધિક મદદનીશ ઈજનેર તરીકે નોકરી કરતા ઠાકરશી કોબીયા અને નીરવ મકવાણા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે. જસદણના વાજસુરપરા શેરી નંબર-3 માં એક ભાડાનું મકાન રાખી તાલુકા પંચાયત કચેરી હેઠળ આવતા ગામોના સરપંચો સહિતના કોન્ટ્રાક્ટરો પાસે કામનું બીલ પાસ કરાવવાનો 7 ટકાથી 9 ટકા સુધી વહીવટ કરવા માટે આ ભાડાના મકાનમાં બોલાવી કારસ્તાન ચલાવતા હોવના આક્ષેપો લાગ્યા છે. ગ્રામપંચાયતના કામોની માપણી શીટ સહિતની અગત્યની સરકારી દસ્તાવેજી ફાઈલો, ટીડીઓ સહિતના અધિકારીઓના રબ્બર સ્ટેમ્પ, કોમ્પ્યુટર સીસ્ટમ સહિતનો ઉપયોગ કરી સરપંચોએ કરેલા વિકાસના કામોના બીલો અને કોન્ટ્રાક્ટરોના બીલો પાસ કરાવવાની ટકાવારી લેવા માટે આ મકાનનો ઉપયોગ કરતા હોવાના આક્ષેપ છે.
ગ્રામ્ય વિસ્તારના સરપંચે આક્ષેપ કર્યો હતો કે, ગામના સરપંચ દ્વારા વિકાસના કામો કરવામાં આવતા હોય છે. આ કામના બીલો પાસ કરવા માટે અધિકારીઓ વચ્ચેટિયા મારફતે લાંચ માગી રહ્યા છે. જેમાં ૭ ટકા 9 ટકા સુધીનું કમિશન આપવું પડતું હોવાનું આક્ષેપ પણ કર્યો હતો. જસદણ તાલુકા પંચાયતના ઉઠેલા વિવાદ માં તાલુકા પંચાયતનું પોતાનું મકાન હોવા છતાં કર્મચારીઓ ખાનગી મકાન રાખી ત્યાં કામ કરતા હતા. જેમાં પંચાયતના માપણી બુક સહિતના સરકારી કાગળો આ ભાડાના મકાનમાં રાખી ત્યાં ટકાવારીનો વહીવટ કરે છે. આ અંગેનો ખુદ સરપંચોએ આક્ષેપ કર્યો હતો.
જોકે વહીવટ ન કરીએ તો એ લોકો બીલ પાસ કરતા નથી. આ બધું છેલ્લા ચારેક વર્ષથી ચાલે છે એ મકાનમાં તાલુકા પંચાયતના એન્જીનીયર સહિતના લોકો હોય છે. કાંડમાં તેની સામે આક્ષેપ છે તેમના દ્વારા ટી ડી ઓના સિક્કા વાપરતા હોવાનું પણ ખુલ્યું હતું. આ સમગ્ર ઘટના બાદ ટીડીઓ સહિતના અધિકારીઓ હરકતમાં આવ્યા હતાને જે મકાનમાં આક્ષેપ થયા હતા ત્યાં દોડી ગયા હતા. મકાનનું પંચરોજકામ પણ ટીડિયો દ્વારા કરવામાં આવ્યું હોવાની માહિતી હાલ મળી રહી છે. આ ઘટના અંગે જસદણ તાલુકા વિકાસ અધિકારીએ કહ્યું હતું કે, હાલ બંને કર્મચારીઓને નોટિસ ફટકારી સમગ્ર ઘટના અંગે ખુલાસો પુછવામાં આવ્યો છે તેમની નોટિસનો જવાબ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જસદણ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનના પતિ દ્વારા પણ ભાડાના મકાનમાં ચાલતા ટકાવારી લઈને થયેલ કામોના બિલ પાસ કરવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા હતા. કારોબારી ચેરમેનના પતિ અને પંચાયતના પ્રમુખ દ્વારા અગાવ રજુઆત પણ કરી હતી પરંતુ કોઈ કામગીરી નો થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.જસદણ તાલુકા પંથકમાં કામના વિકાસના બદલે ભ્રષ્ટાચારનો વિકાસ થયો હોવાના આક્ષેપો લાગયા છે. જો કે આ આક્ષેપો કેટલા સાચા અને કેટલા ખોટા તે તો હજુ સાબિત નથી થયુ પરંતુ અધિકારીઓ દ્વારા હાલ તપાસ કરાતી હોવાની વાતો કરવામાં આવી છે. જો હકીકતમાં ભ્રષ્ટાચાર થયો હોય તો દોષિતો સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ હાલ જસદણ પંથકના લોકો કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube