Gujarat Police Recruitment 2023/બ્રિજેશ દોશી: પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. વર્ષ 2023માં 12થી 13 હજાર જગ્યાઓ માટે ભરતીનું સરકાર આયોજન કરી રહી છે. અગાઉ પણ પોલીસ વિભાગની નવી ભરતીના નિયમોમાં ફેરફાર કરવા પર વિચારણા ચાલી રહી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2023માં 12થી 13 હજાર જગ્યાઓ માટે ભરતી
વર્ષ 2023નું વર્ષ પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારું રહેનાર છે, એટલે કે પોલીસ વિભાગમાં મોટી ભરતીઓ થવાની છે. આવનારા સમયમાં 12 થી 13 હજાર જગ્યાઓ માટે ભરતીનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે. નવી ભરતી માટે નવા નિયમો બનાવવા ગૃહમંત્રીની સૂચના મળી ચૂકી છે. પોલીસ ભરતીના નિયમો વર્તમાન સમય પ્રમાણેના તૈયાર કરવા આદેશ છૂટી ચૂક્યા છે. ત્યારે ભરતી પ્રક્રિયાના નવા નિયમો માટે કમિટીની રચના કરાશે. આ માટે 20 સભ્યોની એક સમિતિ બનાવશે. આગામી 2 થી 3 મહિનામાં સમિતિ નવા નિયમો અંગે અહેવાલ આપશે.  ત્યારબાદ ભરતી પ્રક્રિયાની જાહેરાત થશે. 


આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: ALERT! 31 ડિસેમ્બર બાદ આ 49 સ્માર્ટફોનમાં WhatsApp થઈ જશે બંધ, તમારો ફોન તો નથી ને!
આ પણ વાંચો: Kiara થી માંડીને Shanaya સુધી, ન્યૂ ઇયર પર કોપી કરો આ બોલીવુડ હસીનાઓનો લુક


ઉલ્લેખનીય છે કે, અગાઉ પોલીસ એકેડેમીમાં એક કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી હતી. પોલીસ પસંદગી નિમણૂક પત્ર કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ નવા વર્ષમાં પોલીસ વિભાગમાં અનેક ભરતીઓ થવાની જાહેરાત કરી હતી. જેમાં ગુજરાત પોલીસ ભરતીને લઈને હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આગામી વર્ષમાં ગુજરાત પોલીસ 300 PSI અને 9 હજાર લોક રક્ષકની ભરતી કરવામાં આવશે.


GPSC દ્વારા પરીક્ષાનું કેલેન્ડર જાહેર 
ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા આગામી નવા વર્ષ 2023માં યોજાનારી પરીક્ષાઓનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 8 જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી સુધીમાં વિવિધ જગ્યાઓ માટેની પ્રાથમિક કસોટીઓ લેવામાં આવશે. GPSCની વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષા 8 જાન્યુઆરી 2023ના રોજ યોજાશે. જ્યારે કાયદા અધિકારી, ક્યૂરેટરની પરીક્ષા 22 જાન્યુઆરી 2023ના રોજ યોજાશે. તો ગુજરાત ઇજનેરી સેવાની પરીક્ષા પણ 22 જાન્યુઆરીના યોજાશે. હિસાબી અધિકારી, આચાર્ય વર્ગ-2, ઇજનેરી સેવાની પરીક્ષા 5 ફેબ્રુઆરીએ લેવાશે.


આ પણ વાંચો: આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ