રાજકોટ : રાજકોટમાં આજે ભારે ઉંચું તાપમાન છે. આ સંજોગોમાં રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ શહેર માટે યલો એલર્ટની જાહેરાત કરી છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં આગામી 24 કલાકમાં હિટ વેવની અસર સર્જાશે જેના પગલે કમિશનરે લોકોને સાવધ રહેવાની તેમજ ખાસ કંઈ કામ ન હોય તો ઘરમાં જ રહેવાની સૂચના આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યલો એલર્ટની જાહેરાત કરતા કમિશરે જણાવ્યું છે કે જ્યારે તાપમાન સામાન્ય કરતા બે ડીગ્રી વધારે ઊંચું તાપમાન રહે છે ત્યારે યલો એલર્ટની જાહેરાત કરવામાં આવતી હોય છે.


રાજકોટ ગરમીથી બેહાલ, વિગતવાર વીડિયો


યલો એલર્ટ વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા


  • સગર્ભા, નાના બાળકો, વૃધ્ધો અને અશક્ત લોકોએ શક્ય હોય ત્યાં સુધી તડકામાં બહાર જવાનું ટાળવું

  • દરેક વ્યક્તિએ પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવાનું રાખવું

  • પૌષ્ટિક આહાર જ લેવો

  • અનિવાર્ય સંજોગોમાં તડકામાં બહાર જવાનું થાય તો હલકા કપડા, ટોપી કે છત્રી અને ગોગલ્સ પહેરવા

  • જો વ્યક્તિને ચક્કર આવે, વધુ પડતો પરસેવો વળે કે માથું દુખે કે તરત જ તબીબનો સંપર્ક સાધવો

  • તળેલી ચીજ વસ્તુઓ, દુધની મિઠાઈ કે અન્ય કોઈ ભારેખમ ખોરાક લેવાનું ટાળવું જોઈએ