ફિલ્મી દુનિયામાં આ 5 લોકો સાથે હતી શ્રીદેવીને કટ્ટર દુશ્મની! કારણ જાણીને ચોંકી જશો

સિને જગતની આ અભિનેત્રીએ એક દાયકા કરતા પણ વધારે સમય સુધી ફિલ્મોમાં પોતાનું એક હથ્થુ રાજ ભોગવ્યું. તે જ્યારે ફિલ્મોમાં આવતી હતી ત્યારે તેની આસપાસ પણ કોઈ નહોતું. તેની અદાકારીના સૌ કોઈ કાયલ હતાં. પણ તેના ચાહકોની સાથે તેના દુશ્મનો પણ હતા. તેનું મોત પણ એક રહસ્ય બનીને રહી ગયું.

ફિલ્મી દુનિયામાં આ 5 લોકો સાથે હતી શ્રીદેવીને કટ્ટર દુશ્મની! કારણ જાણીને ચોંકી જશો

Bollywood Actress: ફિલ્મોની દુનિયામાં પણ સામાન્ય લોકોની જેમ જ કડવાશ, ખટરાગ, અણગમો, ઝઘડો અને વિરોધીઓ હોય છે. એવું નથી રૂપેરી પડદા પર જે જીવન દેખાય છે તેવું જ જીવન વાસ્તવિક હોય. પરિસ્થિતિઓ સતત બદલાતી રહે છે. આ આર્ટિકલમાં વાત કરીશું એક સમયે બોલીવુડમાં લેડી અમિતાભ તરીકે જાણીતી બનેલી સુપરસ્ટાર હીરોઈનની. લેડી અમિતાભ એવું બિરુદ એટલા માટે મળ્યુ હતું કારણકે, અમિતાભ બચ્ચન ત્યારે બોલીવુડમાં સુપરસ્ટાર હતા. તે પોતાના દમ પર ફિલ્મો હીટ કરાવતા હતા. અને વર્ષો સુધી બોલીવુડ પર રાજ કર્યું. આવું જ એક નામ અભિનેત્રીઓમાં હતું જેણે લગભગ એક દાયકાથી પણ વધારે સમય સુધી જાણે હિન્દી સિનેમા પર પોતાનું એક હથ્થુ રાજ કર્યું. શું તમારા મગજમાં કોઈ નામ આવ્યું?

જીહાં અહીં વાત કરવામાં આવી રહી છે હિન્દી સિનેમાની સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીની. શ્રીદેવીએ પોતાના દમ પર ઘણી ફિલ્મો હીટ કરાવી. તેની એક્ટીંગ તેનો ડાન્સ તેના એક્સપ્રેશન બધુ જ કમાલનું હતું. તેણે ક્યારેય ડાન્સની ટ્રેનિંગ નહોંતી લીધી પણ તે સિનેજગતની ટોપ ડાન્સરમાંથી એક ગણાય છે. પરંતુ શું તમે જાણો છો કે શ્રીદેવીના પણ સિનેજગતમાં કેટલાંક કટ્ટર દુશ્મનો હતા? શ્રીદેવીને જેની સાથે ક્યારેય બનતુ નહોતું. એક બે નહીં શ્રીદેવીના પાંચ દુશ્મનો હતાં. નામ જાણીને તમે પણ ચોંકી જશો.

શ્રીદેવીએ પોતાના ફિલ્મી કરિયરમાં અનેક દોસ્ત બનાવ્યા પણ જેમાંથી અનેક લોકો સાથે તેમની દુશ્મની થઈ ગઈ. જે બાદ તે લોકો સામે એકવાર પાછું ફરીને ન જોયું. આજે તમે તમને જણાવીશું તે લોકો વિશે જેમનું મોઢું જોવા તૈયાર નહોતા શ્રીદેવી. 

સરોજ ખાન (Saroj Khan)-
સરોજ ખાન અને શ્રીદેવી વચ્ચે ઘણી સારી બોન્ડિંગ હતી પણ જેવી માધુરી દીક્ષિતે ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મારી કે બધુ જ બદલાય ગયું. શ્રીદેવીને લાગતું હતું કે, સરોજ માધુરીને વધારે સારા ડાન્સ સ્ટેપ્સ આપે છે. આ જ કારણે શ્રીદેવી અને સરોજ ખાન વચ્ચેને સંબંધો તૂટ્યા.

ફિલ્મ પ્રોડ્યૂસર-
ફિલ્મ પુલીના પ્રોડ્યૂસર પર શ્રીદેવીએ ફી મામલે કેસ નોંધાવ્યો હતો. તે પછી ઘણી મોટી બબાલ થઈ. શ્રીદેવીએ કસમ ખાધી કે તે ક્યારેય આવા પ્રોડ્યૂસર સાથે કામ નહીં કરે. 

રામ ગોપાલ વર્મા (Ram Gopal Verma)-
રામ ગોપાલ વર્માએ પોતાની બુકમાં એ વાત લખી હતી કે, તેઓ શ્રીદેવીને મોહબ્બત કરતાં હતા. સાથે જ તેમને બોની કપૂરને ઘણું સંભળાવ્યું હતું. બસ તે પછી શ્રીદેવી અને રામ ગોપાલ વર્મા વચ્ચેના સંબંધો બગડ્યા.

જયા પ્રદા (Jaya Prada)-
જયા પ્રદા અને શ્રીદેવી વચ્ચે નંબર વન હીરોઈન બનવા માટે તગડું કોમ્પિટિશન રહેતું હતું. જેના કારણે બંનેનું રિલેશન ક્યારેય સરખું ન થયું.

માધુરી દીક્ષિત (Madhuri Dixit)-
માધુરીએ જેવી જ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મારી ત્યારથી શ્રીદેવીને ફિલ્મોની ઓફર મળવાનું ઓછું થઈ ગયું. આ જ કારણે શ્રીદેવી અને માધુરી વચ્ચે સંબંધો કડવાસભર્યા થઈ ગયા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news