Yes Bank સંકટ: અમદાવાદ સહિત ગુજરાતનાં લોકો ફરી એકવાર લાઇનમાં લાગી ગયા !
દેશની ખાનગી યસ બેંક પર તોળાઈ રહેલા આર્થિક સંકટ અને આરબીઆઈની ગાઈડલાઈન મુજબ માત્ર ૫૦ હજાર રૂપિયા દરેક ગ્રાહકોને ચેકનાં માધ્યમથી રૂબરૂમાં આપવાના નિર્ણયથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અમદાવાદનાં મણીનગર અને બાપુનગર ખાતે આવેલી યસ બેંકની બ્રાન્ચો પર વહેલી સવારથી બેંકનાં ગ્રાહકો પોતાનો કામ - ધંધો છોડીને ઉમટી પડ્યા હતા. યસ બેંક ખાતે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહ્યા બાદ ગ્રાહકો બેંક અને આરબીઆઈની નીતિ પર અકળાયા હતા. નાગરિકોએ માંગ કરી હતી કે, ૫૦ હજાર જેટલી રકમ પણ ઓનલાઈન ટ્રાજીકશન થવી જોઈએ અને લાઈનમાં ઉભા રહેવાથી મુક્તિ અપાવવી જોઈએ.
અમિત રાજપુત/અમદાવાદ: દેશની ખાનગી યસ બેંક પર તોળાઈ રહેલા આર્થિક સંકટ અને આરબીઆઈની ગાઈડલાઈન મુજબ માત્ર ૫૦ હજાર રૂપિયા દરેક ગ્રાહકોને ચેકનાં માધ્યમથી રૂબરૂમાં આપવાના નિર્ણયથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અમદાવાદનાં મણીનગર અને બાપુનગર ખાતે આવેલી યસ બેંકની બ્રાન્ચો પર વહેલી સવારથી બેંકનાં ગ્રાહકો પોતાનો કામ - ધંધો છોડીને ઉમટી પડ્યા હતા. યસ બેંક ખાતે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહ્યા બાદ ગ્રાહકો બેંક અને આરબીઆઈની નીતિ પર અકળાયા હતા. નાગરિકોએ માંગ કરી હતી કે, ૫૦ હજાર જેટલી રકમ પણ ઓનલાઈન ટ્રાજીકશન થવી જોઈએ અને લાઈનમાં ઉભા રહેવાથી મુક્તિ અપાવવી જોઈએ.
રાજકોટ : યસ બેંકના કારણે મધ્યમવર્ગની જરૂરિયાતો પર પડી ગયું શટર, વિગતો જાણવા કરો ક્લિક
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશની ચોથી સૌથી મોટી બેંક યસ બેંક સંકટમાં છે. સંકટમાંથી બહાર આવવા માટે કાલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ કેટલાક પગલાની જાહેરાત કરી તો બેંકનાં ખાતાધારકમાં હકડંપ મચી ગયો છે. એક મહિના માટે બેંકમાંથી પચાર હજાર રૂપિયા કરતા પણ વધારેની રકમ કાઢવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે. જેના કારણે એટીએમ પર પૈસા ઉપાડનારા લોકોની લાંબી લાઇનો લાગી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માત્ર બેંક પરથી જ ઉપાડવાની અથવા એટીએમમાંથી પૈસા લઇ શકવાની પરવાનગી આપવામાં આવી છે. જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અમદાવાદની માર્કેટમાં આવી ગયો છે રસદાર કેરીનો મોટો જથ્થો, કિંમત છે...
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર યસ બેંકનાં ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન શા માટે બંધ કરી દેવામાં આવ્યું છે. ભલે 50 હજાર રૂપિયાની ઉપાડવાની લિમિટ રાખવામાં આવી હોય પરંતુ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન ચાલુ રાખવાની જરૂર હતી. હાલ ફરી એકવાર દેશ લાઇનમાં ઉભો રહેવા માટે મજબુર બન્યો છે. દેશમાં ફરી એકવાર એવી સ્થિતી સર્જાઇ છે કે પૈસા હોવા છતા પણ લોકોને લાઇનમાં ઉભા રહેવા માટે મજબુર બન્યા છે. આવી સ્થિતીથી બચવા કોઇ નક્કર પગલા ઉઠાવવા જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube