National Games-2022: ‘યોગાસન’ નો સૌ પ્રથમવાર ‘નેશનલ ગેમ્સ`માં થયો સમાવેશ
National Games-2022: ગુજરાત ખાતે સૌ પ્રથમવાર ૩૬મી નેશનલ ગેમ્સનું ૨૯ સપ્ટેમ્બરથી ૧૨ ઓક્ટોમ્બર દરમિયાન આયોજન થવા જઈ રહ્યું છે. આ વખતે સૌ પ્રથમવાર યોગાસનને નેશનલ ગેમ્સમાં સ્થાન મળ્યું છે, જેના લીધે હવે રમત સ્વરૂપે વિશ્વને ‘યોગાસન’નું આધુનિક સ્વરૂપ જોવા મળશે
National Games-2022: ગુજરાત ખાતે સૌ પ્રથમવાર ૩૬મી નેશનલ ગેમ્સનું ૨૯ સપ્ટેમ્બરથી ૧૨ ઓક્ટોમ્બર દરમિયાન આયોજન થવા જઈ રહ્યું છે. આ વખતે સૌ પ્રથમવાર યોગાસનને નેશનલ ગેમ્સમાં સ્થાન મળ્યું છે, જેના લીધે હવે રમત સ્વરૂપે વિશ્વને ‘યોગાસન’નું આધુનિક સ્વરૂપ જોવા મળશે. આ રાષ્ટ્રીય રમતોત્સવમાં યોગાસનના સમાવેશ થકી ગુજરાત હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ફિટ ઇન્ડિયા’ અને ‘યોગા ફોર લાઈફ’ મંત્રોને ‘યોગા એઝ સ્પોર્ટ્સ’ અને યોગાસન@નેશનલ ગેમ્સ થકી સાર્થક કરશે.
રમત તરીકે યોગાસન સ્પર્ધાઓ સામાન્ય રીતે ત્રણ મુખ્ય ઇવેન્ટ્સમાં યોજાય છે - કલાત્મક, લયબદ્ધ અને પરંપરાગત. કલાત્મક યોગાસન એ કલાત્મક જિમ્નેસ્ટિક્સ જેવું જ છે. રમતવીરોએ તેમના પ્રદર્શનને સંગીત સાથે સમન્વયિત કરતી વખતે ત્રણ મિનિટ માટે મુદ્રામાં યોગા પ્રદર્શન કરવાનું રહે છે. રમતવીરોએ પૂર્વનિર્ધારિત સૂચિમાંથી 10 આસનો કરવાના હોય છે, જેમાં પગનું સંતુલન, હાથનું સંતુલન, પાછળ ઝૂકવું , આગળ ઝૂકવું અને શરીરને વાળવું એ મુખ્ય સંતુલન પ્રવૃતિઓ હોય છે.
કલાત્મક યોગાસન વ્યક્તિગત તેમજ જોડી કેટેગરીમાં યોજાય છે. પરંપરાગત યોગાસન ઇવેન્ટમાં સંતુલન અને સ્થિરતા પર ભાર મૂકવામાં આવતા આસન પર આધાર રાખીને સહભાગીઓએ 15 સેકન્ડ અથવા 30 સેકન્ડ માટે તેમની મુદ્રાઓમાં સ્થિર રહેવાનું હોય છે. ત્રીજી ઇવેન્ટ કેટેગરી, લયબદ્ધ યોગાસન, જોડી અને પાંચના જૂથોમાં યોજવામાં આવે છે.
ખેલાડીઓએ એકબીજા સાથે સુમેળમાં આસનો કરવા અને દરેક મુદ્રામાં પાંચથી સાત સેકન્ડ સુધી જાળવી રાખવાના હોય છે. તેમાં બે મુદ્રાઓ વચ્ચે સ્મૂધ ટ્રાન્ઝિશન માટે પણ પોઈન્ટ્સ આપવામાં આવે છે. ગુજરાત ખાતે યોજવા જઈ રહેલી નેશનલ ગેમ્સ ૨૦૨૨માં કેટેગરીવાઇસ કલાત્મક, લયબદ્ધ અને પરંપરાગત યોગાસન ઇવેન્ટસ સ્ત્રી અને પુરુષ વર્ગ માટે વ્યક્તિગત, જોડીમાં તેમજ ગ્રૂપમાં અલગ અલગ સ્પર્ધાઓમાં યોજાશે.