અમદાવાદ: યુ.પીના સીએમ યોગી આદિત્યનાથ અમદાવાદના ઘાટલોડિયા ખાતેથી વિજય સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ સંમેલનમાં જોડાયા હતા. ભાજપના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથ આજે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અને અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ માટે પ્રચાર કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિજય સંકલ્પ કાર્યક્રમમાં ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા. તથા રાજ્યકક્ષાના મંત્રી પરબત પટેલ પણ હાજર રહ્યા હતા. આ સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. યોગી આદિત્યનાથે કોંગ્રેસના પરિવારની રાજનીતી પર પ્રહારો કર્યા હતા. જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં બુથ લેવલનો કાર્યકર્તા અધ્યક્ષ બની શકે છે.


વડોદરા: વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી બોગસ વિઝા બનાવાનું કરોડોનું કૌભાંડ


ઘાટલોડિયામાં યોગી આદિત્યનાથે ઉલ્લેખ કર્યો હતો કે, મોદી હૈ તો મુમકીન હે. પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતનો વિકાસ કર્યો છે. ગરીબોને ઘર આપાવનું કામ કર્યું છે. ભારતની આસ્થાનું કામ ભારતીય જનતાએ કામ કર્યું છે. સરદાર પટેલને સન્માન આપવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે.


પૂર્વ નાયબ વડાપ્રધાનની પ્રતિમાને વાયરથી બાંધી વડોદરા કોર્પોરેશને કર્યું અપમાન


ઇમાનદારી: 14 હજારની નોકરી કરતા કર્મચારીએ 10 લાખના હીરા મૂળ માલીકને સોંપ્યા

ભારતીય જનતા પાર્ટીએ પ્રધાનમંત્રી મોદીના રૂપમાં એક મજબૂત નેતૃત્વ આપ્યું છે. 2019ની ચૂંટણીએ દેશની ચૂંટણી છે. ભારતીય જનતા પાર્ટી ચૂંટણી નથી લડવાની દેશની જનતાએ આ ચૂંટણી લડવાની છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વિશ્વમાં ભારતનું પ્રભુત્વ વધ્યું છે. 


રાહુલ ગાંધી પર કર્યું વિવાદિત નિવેદન
યોગીએ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતે રાહુલ ગાંધીની પોલ ખોલી છે. રાહુલ ગાંધી જ્યારે સોમનાથ મંદિરમાં દર્શન કરવા આવ્યા તો નમાજ કરતા હોયએ રીતે બેઠા હતા. પુજારીએ સમજાવવું પડ્યું કે આ મસ્જિદ નહીં મંદિર છે. યોગી આદિત્યનાથે તેમના આક્રમક ભાષણમાં રાહુલ ગાંધીને અક્કલ વગરના કહ્યા હતા. યોગીએ રાહુલ ગાંધી મુદ્દે વિવાદિત બોલી બોલી અને રાહુલ ગાંધીને મગજ વગરના વ્યક્તિ ગણાવ્યા હતા. નકલમાં પણ અક્કલ હોવી જોઈએ તેવું નિવેદન આપ્યું હતું.