જો બિલ્ડર પૈસા પૂરા લઈ નબળી ગુણવત્તાના મટિરિયલથી ફ્લેટ બનાવ્યો હોય અહીં કરો ફરિયાદ, નવો બાંધી આપવો પડશે
ahmedabad property : તમારી સાથે પણ આ થઈ શકે છે. આજે બિલ્ડરો રૂપિયા પૂરા લેશે પણ સસ્તા બનાવવાના ચક્કરમાં એવા મટિરિયલનો ઉપયોગ કરે છે કે તમે તો રૂપિયા પૂરા આપો છો પણ ગુણવત્તા મળતી નથી. બિલ્ડર કોન્ટ્રાક્ટરને સસ્તામાં કોન્ટ્રાક્ટ આપે તો કોન્ટ્રાક્ટર એનાથી ઘટિયા સામાનનો ઉપયોગ કરે છે. આમ કમાવવાની લાલચમાં ગ્રાહક સાથે અન્યાય થાય છે
property Market : આજના યુગમાં મેટ્રો શહેરોમાં મોટાભાગના લોકો ફ્લેટ ખરીદી પોતાના ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરે છે. પરંતુ ખરીદનારને ખબર નથી હોતી કે તેમાં વપરાતી સામગ્રીની ગુણવત્તા શું છે. બહારથી બધું ચમકદાર લાગે છે, પરંતુ વપરાતી નબળી ગુણવત્તાની સામગ્રીને કારણે બિલ્ડિંગ ખરેખર અંદરથી ખોખલી હોઈ શકે છે. જો તમારી સાથે આવું થાય છે તો કાયદો સંપૂર્ણપણે તમારી સાથે છે પણ આ માટે તમારે જાગૃત રહેવું પડશે. તમે જો જાગૃત હશે તો તમને ન્યાય મળી શકે છે.
દિલ્હી એનસીઆરમાં આવા બે કેસમાં આખી બિલ્ડીંગ તોડીને નવા ફ્લેટ બાંધવાના આદેશ આપવામાં આવ્યા હતા. જો કોઈ ઘર ખરીદનારને લાગે છે કે તેને આપવામાં આવેલા ફ્લેટ નબળી ગુણવત્તાનો છે એમ લાગે તો તે રિયલ એસ્ટેટ કાયદાનો આશરો લઈ શકે છે. ઘર ખરીદનાર રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ (RERA)માં ફરિયાદ કરી શકે છે. જો ખરેખર ફ્લેટની ગુણવત્તા નબળી નીકળશે તો બિલ્ડરે આખો ફ્લેટ ફરી બાંધી આપવો પડશે.
એક નહિ, બે-બે વાવાઝોડા આવી રહ્યાં છે, અંબાલાલે અત્યારથી જ ચેતવણી આપી દીધી
ગ્રાહક નિયમો હેઠળ તે નબળા બાંધકામ વિશે ફરિયાદ કરી શકે છે અને ઓડિટની માંગ કરી શકે છે. એકવાર ઓડિટ સાબિત થાય કે બિલ્ડરે નબળી ગુણવત્તાનો ફ્લેટ બાંધ્યો છે, તમે તેના પુનઃનિર્માણની માંગ કરી શકો છો. આ સાથે ખરીદનાર ગ્રાહક કાયદા હેઠળ જિલ્લા ગ્રાહક આયોગમાં ફરિયાદ પણ કરી શકે છે અને વળતરની માંગ કરી શકે છે. બાંધકામ દરમિયાન વપરાયેલી સામગ્રીની ગુણવત્તા અને બ્રાન્ડને લગતી સંપૂર્ણ માહિતી સમયાંતરે મેળવવી જોઈએ. જેથી તમે પણ ક્યારેય છેતરાશો નહીં.
સરકારના એક નિર્ણયથી વધી ગયા સિંગતેલ-કપાસિયા તેલના ભાવ, પામોલિન પણ હવે સસ્તુ ન રહ્યું