એક નહિ, બે-બે વાવાઝોડા આવી રહ્યાં છે, અંબાલાલે અત્યારથી જ ચેતવણી આપી દીધી

Ambalal Patel Prediction : હાલ ગુજરાતમાંથી ભલે વરસાદ હટી ગયો હતો, પરંતું ગુજરાતીઓ માટે હરખના સમાચાર એ છે કે નવરાત્રિમાં વરસાદની સંભાવના નહિવત્ છે. તેથી ગુજરાતીઓ મન મૂકીને ગરબા કરી દેશે. સપ્ટેમ્બર તો કોરોકોરો જતો રહેશે. પરંતું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બે બે વાવાઝોડાની આગાહી કરી છે. એક વાવાઝોડું ઓક્ટોબર, અને બીજું નવેમ્બરમાં ત્રાટકશે તેવુ તેમણે કહી દીધું. 
 

આગાહીકાર આંબલાલ પટેલની આગાહી

1/3
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, રાજ્યમાં હજી પણ વરસાદ રહી શકે છે. ગ્રહોની સ્થિતિ જોતા શુક્ર ગ્રહ તેના ભ્રમણના લીધે રાજ્યમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં 25 થી 28 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર પણ ચોમાસાના નક્ષત્ર છે, તેથી વરસાદ આવશે. નવરાત્રિમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ રહી શકે છે. 27 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે.

વાવાઝોડું ક્યારે આવશે

2/3
image

અંબાલાલ પટેલે ખતરાના સંકેત આપતા કહ્યું કે, 10 ઓક્ટોબરે બંગાળાના ઉપસગારના વાવાઝોડાની શક્યતા છે. તો 16 નવેમ્બરથી બંગાળાના ઉપસાગરમા હળવું દબાણ ઉભું થતા 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાત ઉભું થશે.

વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે 

3/3
image

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે તે અગાઉ ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૨૯-૨૭ સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, હાલની સ્થિતિ પ્રમાણે નવરાત્રિમાં વરસાદની સંભાવ સંભાવના નહિવત્ છે.

Trending Photos