* બોગસ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
* બાજવાનાં સાયબર કોમ્પ્યુટર નામની દુકાનમાં પોલીસનો દરોડો
* એસઓજીએ મારેલાં છાપામાં બોગસ દસ્તાવેજ ઝડપાયા
* જુદી જુદી કંપનીઓનાં 12 બોગસ એક્સપિરિયન્સ સર્ટી. ઝડપાયા
* કંપનીઓનાં બોગસ 17 લેટરપેઇડ પણ જપ્ત કરતી પોલીસ
* વિનય ઝા નામનાં ભેજાબાજની ધરપકડ કરતી પોલીસ
* 2 થી 5 હજાર રૂ.લઇ બોગસ સર્ટી.બનાવી આપતો હતો આરોપી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિક દીક્ષિત/વડોદરા:  નોકરી વાંચ્છુક યુવકોને છેતરવા લેભાગુ તત્વો નીત નવા કિમીયા અપનાવી છેતરપીડી કરે છે. વડોદરામાં ડુપ્લીકેટ અનુભવનું સર્ટી બનાવવાનાં નેટવર્કનો પર્દાફાશ થયો છે. બાજવા ગામમાં એક ઈસમે કંપનીના અનુભવના સર્ટી તૈયાર કરતો હતો. બેરોજગારી વધી રહી છે તેની સાથે સાથે નોકરી વાંચ્છુક યુવાનો સાથે છેતરપીડીની ધટનાઓ પણ વધી રહી છે. વડોદરાના બાજવા ગામમાં ચાલતા સાયબર સેન્ટરમાંથી એસઓજીની ટીમે નેશનલ કંપનીના અનુભવના સર્ટીફિકેટ કાઢવાનાં કૌભાડનો પર્દાફાશ કર્યો છે. એસઓજીએ બાતમીના આધારે રેડ પાડી વિનય ઝા નામના ઈસમની ધરપકડા કરી એક વર્ષ થી ચાલતા કૌભાડનો પર્દાફાશ કર્યો છે.


અમદાવાદ: સેન્ટ્રલ જેલનાં કેદીઓ બનશે રેડિયો જોકી, અનોખા રેડિયો સ્ટેશનની શરૂઆત


વિનય ઝા છેલ્લા દોઢ વર્ષથી સાયબર સેન્ટલ ચલાવીને યુવાનોને નોકરી માટે નેશનલ કંપનીના સર્ટી 2 થી 5 હજારમાં વેચવાનો વેપલો કરતો હતો વિવિધ કંપનીની વેબસાઈટ પરથી કંપનીના લોગો ડાઉનલોડ કરીને અનુભવના સર્ટી પર તેનો ઉપયોગ કરતો હતો. પોલિસને તેની ઓફિસમાંથી 12 સર્ટી, બનાવટી સહીઓ કરેલા લેટરપેડ,કોરા કાગળો ,કોમ્પ્યુટર, પ્રિન્ટર મળી આવ્યુ છે.


બેશરમ કોંગ્રેસ! દેશની બે દીકરીઓ પીંખાઇ તો પેટનું પાણી પણ ન હલ્યું રાહુલની અટકાયત માત્રથી રસ્તા પર ઉતર્યા


આરોપી વિનય ઝા એટલો ચબરાક છે કે દોઢ વર્ષમાં આપેલા અનુભવના સર્ટીંનું રજીસ્ટરજ નથી નિભાવ્યું. અત્યાર સુધી કેટલા લોકોને કઈ કઈ કંપનીના ખોટા સર્ટી આપ્યા છે તે પોલિસ પણ જાણી શકી નથી. આ દિશામા પોલિસે તપાસ સરુ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોગસ ડિગ્રી સર્ટિફિકેટના કૌભાંડ અવાર નવાર ઝડપાતા રહે છે પરંતુ આ નવુ કૌભાંડ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube