ખાડા રાજ! રોડ પર નીકળતાં પહેલાં વીમો કઢાવી લેજો, ખાડામાં રોડ કે રોડ પર ખાડા
ગુજરાતમાં રોડ રસ્તાની દયનીય સ્થિતિ છે. રાજ્યના રોડ રસ્તા પરથી પસાર થતાં પહેલા જો તમે વીમો કઢાવ્યો ન હોય તો સૌથી પહેલા એ કામ કરી લેજો કારણ કે આ રોડ તમારી કમર તો તોડશે એ નક્કી છે, સાથે સાથે અહીં ચાલવામાં જીવનું જોખમ પણ છે.
Gujarat Monsoon 2024: ગુજરાતમાં વરસાદ પછી ખાડાઓનું એવું સામ્રાજ્ય રોડ પર થઈ ગયું છે, વાહન ચાલકોને રોડ પર ચાલવું જીવનું જોખમ થઈ ગયું છે. વરસાદમાં નબળી ગુણવત્તાવાળા કામની પોલ ખુલી ગઈ છે. એક-બે શહેર કે મહાનગર નહીં પરંતુ રાજ્યના તમામ જિલ્લામાં રોડની દુર્દશા થઈ છે. ત્યારે ક્યાં રોડ બન્યા છે જોખમી?, ક્યાં વાહનચાલકોએ રહેવું પડશે સાવધાન?
એન્ટીલિયાના આટલા બધા માળ પરંતુ 26માં માળે જ કેમ રહે છે મુકેશ-નીતા અંબાણી? જાણો કારણ
- વરસાદને કારણે રાજ્યના 101 રસ્તાઓ થયા બંધ
- સ્ટેટ હાઈવેના 6, પંચાયત હસ્તકના 92 રસ્તા બંધ
- રસ્તાઓનું સમારકામ પુનઃ કરવામાં આવ્યું શરૂ
- રસ્તાઓ તુટતા વાહન વ્યવહારને થઈ અસર
- વરસાદ બાદ ખખડેલા રોડથી સર્જાઈ સમસ્યા
આ યોજનાથી દીકરીઓને શિક્ષણથી લઈને લગ્ન સુધીની સહાય આપે છે ગુજરાત સરકાર
ગુજરાતમાં રોડ રસ્તાની દયનીય સ્થિતિ છે. રાજ્યના રોડ રસ્તા પરથી પસાર થતાં પહેલા જો તમે વીમો કઢાવ્યો ન હોય તો સૌથી પહેલા એ કામ કરી લેજો કારણ કે આ રોડ તમારી કમર તો તોડશે એ નક્કી છે, સાથે સાથે અહીં ચાલવામાં જીવનું જોખમ પણ છે. રાજ્યનો નાનો જિલ્લો હોય કે પછી મોટું મહાનગર. તમામ જગ્યાએ સ્થિતિ એક જેવી જ છે. ભ્રષ્ટ તંત્ર અને કૌભાંડી કોન્ટ્રાક્ટરોને કારણે જાહેર જનતાને કેવી મુશ્કેલી પડી રહી છે તે દ્રશ્યો જોઈને સમજી શકાય છે. સંસ્કારી નગરી અને રાજા શાહી સમયે જ્યાંથી રાજ્યનું સંચાલન થતું હતું તે મહાનગર વડોદરાની ભ્રષ્ટ તંત્રએ કેવી દુર્દશા કરી છે તે તમે જુઓ. કોર્પોરેશને જે રોડ બનાવ્યા છે તેમાં કેવા ખાડા પડ્યા છે તે જોઈ શકાય છે. ગોત્રી સેવાસી રોડ પર રોડ પર એટલા ખાડા પડ્યા છે કે ખાડામાં રોડ કે રોડ પર ખાડા તે જ સમજાતું નથી.
UP ના રાજ્યપાલ આનંદીબેન પટેલે બનાવ્યો નવો રેકોર્ડ! રાજ્યપાલોની યાદીમાં નહતું નામ
આ જે ખાડા પડ્યા છે તે વાહન ચાલકો માટે જોખમી બન્યા છે. અનેક વાહન ચાલકોની કમર તુટી ગઈ તેવી ફરિયાદો ઉઠી છે. એક વૃદ્ધ આ ખાડામાં પડી જતાં તેમનો હાથ તુટી ગયો તો નવા નક્કોર વાહનો પણ આ ખાડામાં એકદમ ખખડી જાય છે. જીવનું જોખમ બનેલા આ ખાડામાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ વિપક્ષ લગાવી રહ્યું છે. વિપક્ષે VMCના સત્તાધીશો અને અધિકારીઓ પર આકરા પ્રહાર કર્યા. વિપક્ષના આક્ષેપ અને જનતાની પરેશાની વચ્ચે કોર્પોરેશનના સત્તાધીશો મોટા મોટા દાવા કરી રહ્યા છે. પરંતુ સત્ય તેનાથી વિપરિત છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો દાવો છે કે જ્યાં ખાડા પડ્યા તેને પુરવાની કામગીરી ચાલી રહી છે. અનેક ખાડા પુરાઈ પણ ગયા છે.
ચાર દિવસની ચાંદની! સોનું વળી પાછું તેજીના પાટે ચડી ગયું, ભાવ જાણીને આંખો પહોળી થશે
ચેરમેને મોટી વાત કરતાં એવું કહ્યું છે કે જે રોડ તુટ્યા તે કોન્ટ્રાક્ટરના ખર્ચે બનાવવામાં આવશે. પરંતુ જે રોડમાં ગેરંટી આપવામાં આવી હોય તે રોડ તુટે જ કેવી રીતે?, જો ગેરંટી આપી છતાં તુટી જાય તો પછી આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કેમ ન કરવા જોઈએ? ફોજદારી ગુનો પણ દાખલ થવો જોઈએ. જો કે કાર્યવાહી થશે તે એક સવાલ છે. પરંતુ આપણે સૌ આશા રાખીએ કે તંત્ર કડક કાર્યવાહી કરીને દાખલો બેસાડશે તો બીજી વાર સારુ કામ થશે.
અસામાજિક તત્વોના આતંક સામે અંબાજી બંધ! પોલીસની કામગીરી સામે વેપારીઓમાં રોષ