મોરબી : જીલ્લામાં નારિયલ કરતા મોટી સાઈઝના જામફળની ખેતી કરવામાં આવી રહી છે. આ વાતને સંભાળીને જરાપણ ચોકી જવાની જરૂર નથી કેમ કે, મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં આવતા જબલપુર ગામના ખેડૂત દ્વારા ચીલાચાલુ ખેતીને છોડીને છેલ્લા નવ વર્ષથી જમ્બો જામફળની ખેતી કરવામાં આવી રહી છે. આ જામફળ ૩૦૦ ગ્રામથી લઈને એક કિલો કરતાં વધુ વજનના આવે છે. જેથી કરીને નારીયલ જેવડા દેખાતા જામફળ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ઉપરાંત આ જામફળ ખાવામાં પણ ખુબ મીઠા હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિયાળાની ઋતુમાં ફ્રુટ અને લીલોતરીની આવક વધુ થતું હોય છે. જેથી કરીને લોકોને જલસા પડી જતા હોય છે અને ખાસ કરીને ફ્રુટની ડીમાન્ડ વધુ રહેતી હોય છે. તેમાં પણ ખાસ કરીને ખાટામીઠા ફ્રુટ ઠંડીના સમયમાં લોકો વધારે ખાતા હોય છે. મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના જબલપુર ગામે એક ખેડૂત દ્વારા નારિયલ કરતા મોટી સાઈઝના જામફળની ખેતી કરવામાં આવી રહી છે. સ્વાભાવિક રીતે આ વાત કોઈને ગળે ઉતરે નહિ પરંતુ આ વાત સો ટકા સાચી છે. જો કે, ટંકારાના જબલપુર ગામે જામફળની ખેતી કરતા મગનભાઇ કામરિયા સાથે વાત કરતા તેમને જણવ્યું હતું કે, તેઓએ થાઈલેન્ડના જામફળની ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો અને છત્તીસગઢના રાયપુર ખાતેથી થાઈલેન્ડના જામફળના ૫૦૦૦ જેટલા રોપા લાવીને ૨૬ વીઘાના ખેતરમાં તેવું વાવેતર કર્યું હતું અને આજે તેઓને ખૂબ જ સારી આવક પણ થઈ રહી છે.


GUJARAT CORONA UPDATE: ગુજરાતમાં બેકાબુ થતો કોરોના, આંકડા જાણી પાછા ગામડે જતા રહેશો


મોરબીમાં મોટાભાગે ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, ઘઉં, બાજરો સહિતના પાક દર વર્ષે લેતા હોય છે અને ખેડૂતો જેટલી મહેનત કરે છે તેના પ્રમાણમાં તેને વળતર મળતું નથી તેવી તેમની હમેશા ફરિયાદ રહેતી હોય છે. જો કે, થાઈલેન્ડના જામફળના ૫૦૦૦ જેટલા રોપા લાવીને આજની તારીખે તે ઝાડામાંથી જમ્બો જામફળનો પાક લઈને આવક કરતાં ખેડૂતના કહેવા મુજબ તેઓને જામફળનો પાક લેવા માટે એક વિઘે વધુમાં વધુ ૩૦ હજારનો ખર્ચ થાય છે. તેની સામે એક લાખથી વધુની આવક આજની તારીખે થઈ રહી છે.


ગુજરાતીમાં કહેવાય છે “ધીરજ ના ફળ મીઠા” તે ધ્યાનમાં રાખીને છ વર્ષ પહેલા આ ખેડૂતે જામફળની ખેતી શરુ કરી હતી. શરૂઆતના બે વર્ષ સુધી તાત્કાલિક પાક લેવાના બદલે આ ખેડૂતે બે વર્ષ સુધી પાકને ખેરવી નાખ્યો હતો. જેના કારણે આ જામફળના રોપા મોટા થઇ જવાથી હાલમાં સરેરશ ૩૦૦ ગ્રામથી સવા કિલો કરતા વધારે વજનદાર જામફળનો પાક આ ખેડૂતને મળી રહ્યો છે, ત્યારે તમને જાણીને નવાઈ થશે કે બજારમાં હાલમાં નાના મોટી સાઈઝમાં દેશી જામફળ વેચાઈ રહ્યા છે તેની સાથોસાથ એક કિલો કરતા વધારે વજન ધરાવતા થાઈલેન્ડના જામફળ પણ મોરબીના ખેડૂત દ્વારા મુકવામાં આવ્યા છે. ખાસ કરીને રાજકોટ, જામનગર, દિલ્હી અને મુંબઈમાં મોરબી જીલ્લાના જબલપુર ગામના આ ખેડૂત દ્વારા થાઈલેન્ડના જામફળ મોકલાવવામાં આવી રહ્યા છે.


પોતાની દિકરીની ઓળખ આપીને વૃદ્ધ 15 વર્ષની તરૂણીને તળાવના ખુણે લઇ ગયા પછી બંન્નેએ...


હાલમાં બજારમાં મળતા લાલ ચટાકેદાર અને સફેદ કલરના ખાટામીઠા જામફળ તો જોયા અને ખાધા પણ જ હશે પરંતુ તમે એક કિલોનું એક થાય તેવા જમ્બો જામફળ જોય નહી જ હોય, પરંતુ આવા જામફળ કે જે સ્વાદમાં પણ ખુબ જ લિજ્જતદાર હોય છે. તેની મોરબી જીલ્લાના ટંકારાના જબલપુર ગામે ખેતી કરવામાં આવી રહી છે. આ તોતિંગ કહી શકાય તેવા મહાકાય જામફળને થાઈલેન્ડના જામફળ કહેવામાં આવે છે અને ગુજરાતના જુદાજુદા જિલ્લાઓમાં તેમજ બીજા રાજ્યોમાં તેની સપ્લાઈ કરવામાં આવે છે એટલું જ નહી શિયાળાની સીઝન આવતાની સાથે ગ્રાહકો ઘણી વખત આ જામફળ લેવા માટે સીધા જ વાડીએ પણ આવી જાય છે.


રૂટીન ખેતી કરીને ખોટું હેરાન થવું તેના કરતા જો પ્રભુભાઈ કામરીયાની જેમ ખેતીમાં પરીવાર્થ્ન કરવામાં આવે તો સો ટકા ખેતીની જમીનને ફાયદો થશે એટલું જ નહિ પરંતુ ખેડૂતની આવકમાં પણ તોતિંગ વધારો થાય છે તે હક્કિત છે હાલમાં મોરબી પાસે જે થાઈલેન્ડના જામફળની ખેતી કરવામાં આવે છે તેના માટે “એક બાર ચખો ગે તો યાદ રખો ગે” આ કહેવત સો ટકા બંધ બેસતી લાગે છે કેમ કે, આ ફ્રુટ માત્ર મોટું છે એટલું જ પુરતું નથી તેને ખાનારાને સ્વાદ પણ મોઢે લાગી જાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube