જૂનાગઢમાં દારૂ મંગાવવા માટેનો અનોખો પેંતરો, પોલીસે પણ કહ્યું ધન્ય છે પ્રભુ ક્યાંથી લાવો છો મગજ !
* જૂનાગઢમાં કુરીયરમાં આવી દારૂની બોટલ
* દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવો પેંતરો
* બે શખ્સોએ અન્ય રાજ્યમાંથી કુરીયરમાં દારૂ મંગાવ્યો
* પાર્સલમાં દારૂની બોટલ ફુટી જતાં બુટલેગરોનો ભાંડો ભૂટ્યો
* પોલીસે મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખ્સો સામે ગુન્હો નોંધ્યો
સાગર ઠાકર/જુનાગઢ : દારૂની હેરાફેરી માટે બુટલેગરો કેવા કીમીયા અજમાવે છે તે જૂનાગઢમાં જોવા મળ્યું હતું. કુરીયરમાં બે શખ્સોએ અન્ય રાજ્યમાંથી દારૂ મંગાવ્યો પરંતુ પાર્સલમાં દારૂની બોટલ ફુટી જતાં બુટલેગરોનો ભાંડો ફુટી ગયો હતો. આ મામલે પોલીસે મુદ્દામાલ જપ્ત કરી દારૂ મંગાવનાર અને મોકલનાર સહીત ત્રણ શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અસારવાથી દરિયાપુર ખાતે પ્રદીપસિંહ જાડેજાની ભાઇક રેલી, દરિયાપુરમાં સભા ગજવી
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને શહેરમાં દારૂ ઘુસાડવા બુટલેગરો અવનવા પેંતરા અજમાવતાં હોય છે. તેવામાં જૂનાગઢમાં કુરીયરના માધ્યમથી દારૂ ઘુસાડવાનો કીમીયો પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. જૂનાગઢના ફીરોઝ બલોચ અને વાહીદ કુરેશી નામના બે શખ્સોએ અન્ય રાજ્યમાંથી કુરીયર મારફત દારૂનો જથ્થો મંગાવ્યો હતો. શહેરના સંવાદ કોમ્પ્લેક્ષમાં આવેલ નંદન કુરીયરમાં આ દારૂનો જથ્થાનું પાર્સલ આવ્યું હતું. પાર્સલ ડેમેજ થતાં તેમાંથી દારૂ જેવી વાસ આવતી હોવાથી કુરીયર એજન્ટે પાર્સલની ડીલીવરી લેનાર માણસને જાણ કરી હતી.
વેલેન્ટાઇન ડેમાં ગરમ થયેલું વાતાવરણ ફરી એકવાર ઠંડુ થઇ જશે, હવામાન થઇ શકે છે ડામાડોળ
દરમિયાન પોલીસને જાણ થતાં પાર્સલની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી રૂપીયા 62 હજાર ત્રણસોની કિંમતનો 107 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. કુરીયરમાં પાર્સલ મારફત દારૂ મંગાવનાર અને મોકલનાર વ્યક્તિ સહીત ત્રણ શખ્સો સામે ગુન્હો નોંધાયો છે અને હજુ વધુ કેટલા લોકો આમાં સામેલ છે તે દિશામા પોલીસે તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube