વેલેન્ટાઇન ડેમાં ગરમ થયેલું વાતાવરણ ફરી એકવાર ઠંડુ થઇ જશે, હવામાન થઇ શકે છે ડામાડોળ

 રાજ્યમાં સતત ઉંચા જઇ રહેલા વાતાવરણના કારણે ફરી એકવાર ગુજરાતીઓ ગેલમાં આવી ગયા છે. જો કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં 14થી 17 ફેબ્રુઆરી વચ્ચે હિમવર્ષાની શક્યતાને જોતા ગુજરાતમાં સવારે ઠંડા પવનો ફુંકાય તેવી શક્યતા છે. 20 ફેબ્રુઆરીથી ગુજરાતના તાપમાનમાં વધારો થશે. 15 અને 16 ફેબ્રુઆરીએ પૂર્વ સાગર કાંઠે હવામાનમાં ફેરફાર થતા ભેજવાળા વાદળો પૂર્વથી મધ્યપ્રદેશ, વિદર્ભ અને પશ્ચિમમાં આવવાની શક્યતા છે. 16થી 18 ફેબ્રુઆરીમાં મધ્યપ્રદેશમાં કમોસમી વરસાદની શક્યતા છે. 
વેલેન્ટાઇન ડેમાં ગરમ થયેલું વાતાવરણ ફરી એકવાર ઠંડુ થઇ જશે, હવામાન થઇ શકે છે ડામાડોળ

અમદાવાદ : રાજ્યમાં સતત ઉંચા જઇ રહેલા વાતાવરણના કારણે ફરી એકવાર ગુજરાતીઓ ગેલમાં આવી ગયા છે. જો કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં 14થી 17 ફેબ્રુઆરી વચ્ચે હિમવર્ષાની શક્યતાને જોતા ગુજરાતમાં સવારે ઠંડા પવનો ફુંકાય તેવી શક્યતા છે. 20 ફેબ્રુઆરીથી ગુજરાતના તાપમાનમાં વધારો થશે. 15 અને 16 ફેબ્રુઆરીએ પૂર્વ સાગર કાંઠે હવામાનમાં ફેરફાર થતા ભેજવાળા વાદળો પૂર્વથી મધ્યપ્રદેશ, વિદર્ભ અને પશ્ચિમમાં આવવાની શક્યતા છે. 16થી 18 ફેબ્રુઆરીમાં મધ્યપ્રદેશમાં કમોસમી વરસાદની શક્યતા છે. 

8થી 21 માં અરબી સમુદ્ર તરફથી ભેજવાળા વાદળો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આવવાને કારણે માવઠાની શક્યતા છે. વધારે ભેજવાળા વાદળો હશે તો વલસાડી, તાપી, સાપુતારા અને પંચમહાલ, દાહોદમાં કમોસમી વરસાદની શક્યતા છે. અરવલ્લી, સાબરકાંઠા અને સૌરાષ્ટ્ર વાતાવરણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ અંગે જણાવ્યું કે, 21થી 23 ફેબ્રુઆરી વચ્ચે દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમવર્ષા અને કમોસમી વરસાદ થવાની શક્યતા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદના કારણે સવાર ઠંડા પવન ફૂંકાશે. 20 ફેબ્રુઆરીથી ઉનાળુ પાકના વાવેતર માટે સાનુકુળતા રહેશે. ફેબ્રુઆરીમાં 36 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે તો માર્ચ મહિનામાં 38 ડિગ્રી તાપમાન ઉંચુ રહેશે. 18થી 21 દરમિયાન વાતાવરણ ડામાડોળ થાય તેવી શક્યતાઓ રહેલી છે. જેના કારણે ખેડૂતોને મહત્તમ નુકસાન થવાની શક્યતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news