ઝી બ્યુરો/વડોદરા: લાખોની કમાણી હોય, કરોડોની મિલકત હોય પરંતુ જ્યારે ભગવાનમાં લગની લાગી જાય ત્યારે આ બધુ જ ત્યાગી સંયમનો માર્ગ અપનાવી લેવામાં આવે છે. જૈન સમાજમાં દીક્ષા લેવાનું મહત્વ અનેક ઘણું છે. જ્યારે જૈન સમાજના નવ યુવાનો દીક્ષા ગ્રહણ કરે ત્યારે એ ઘટના સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે. અમે આપને એક એવા ગામની વાત કરીશું જે ગામ દીક્ષાનું ગામ કહેવાય છે. ગામમાં રહેતા દરેક પરિવારોના એક સભ્યએ દીક્ષા ગ્રહણ કરીને સંયમનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે કયું છે આ ગામ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી ચાલશે સુરતની લોબી! પૂર્ણેશ મોદીનું કદ વધશે, ટૂંક સમયમાં સોંપાશે મોટી જવાબદારી


  • સંસારનો ત્યાગ કરી સંયમનો માર્ગ

  • જૈન સમાજમાં છે દીક્ષા ગ્રહણનું મહત્વ

  • એવું ગામ જ્યાં અનેક લોકોએ લીધી છે દીક્ષા

  • નાનકડા ગામમાં 160એ ગ્રહણ કરી છે દીક્ષા


સંયમનો માર્ગ અપનાવવો તે કોઈ કાયરનું કામ નથી. એ તો જેને ભગવાનમાં લગની લાગે તેને જ માર્ગ પર ભગવાન ખુદ લઈ જાય છે. વડોદરા જિલ્લાનું છાણી ગામ વિશે તમે જાણશો તો ચોંકી જશો. આ ગામને દીક્ષાની ખાણ તરીકે ઓળખવામાં આવે છે. અહીં પૌરાણિક જિનાલય આવેલું છે જેમાં 2200 વર્ષ જૂની ભગવાન શ્રી કુંથુનાથની પ્રતિમા સ્થાપિત કરાયેલી છે. તો શ્રી શાંતિનાથ ભગવાન, સંભનાથ ભગવાનની મૂર્તિઓ પણ સ્થાપિત કરાયેલી છે. 


આ છે ખતરાની ઘંટડી! દમણનો દરિયો બન્યો તોફાની! ઊંચા મોજા ઉછળ્યા, પર્યટકોને દુર ખસેડાયા


જૈન ધર્મમાં છાણી તીર્થનું ખુબ જ મહત્વ છે. છાણીમાં હાલ 125 જેટલા જૈન પરિવારો વસવાટ કરે છે. જેમાંથી 160 લોકો દીક્ષા ગ્રહણ કરીને સાધુ-સાધ્વી બન્યા છે. જેમણે દીક્ષા ગ્રહણ કરી તેમાં 60 ટકા તો યુવાનો છે. અને સૌથી મોટી વાત એ છે કે 120 જેટલી યુવતીઓએ મોક્ષનો માર્ગ અપનાવ્યો છે. તો આઠ વર્ષના એક બાળકે પણ દીક્ષા ગ્રહણ કરી છે. તો શાંતિલાલ છોટાલાલના પરિવારમાંથી 28 લોકો દીક્ષા ગ્રહણ કરી ચુક્યા છે.


દીક્ષાની ખાણ કહેવાતું આ ગામ જૈન ધર્મના લોકો માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે. અહીં જૈન ધર્મના મોટા મહારાજ સાહેબ અને સાધુ-સંતો અવાર નવાર આવીને વસવાટ કરે છે. ચાતુર્માસ ગાળવા રોકાય છે. ગામમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે. ધર્મ પ્રત્યે જાગૃતિના થતાં કાર્યક્રમોથી દીક્ષા લેવાની પ્રેરણા ગામ લોકોને મળતી રહે છે. 


હવે અમદાવાદનો છે વારો! શહેરના આ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ


આ જ ગામમાંથી દીક્ષા ગ્રહણ કરનારા અનેક લોકો જૈન ધર્મના મોટા તપસ્વીઓ બન્યા છે. જેમાં અશોક સાગર, જીનચંદ્ર સાગર, નવીનચંદ્ર સાગર, નવીનસુરી, વિક્રમસુરી જેવા મહાન તપસ્વીઓનો સમાવેશ થાય છે. ગામના જૈન અગ્રણીઓનું માનવું છે કે છાણી ગામમાં બાળકને બાળપણથી જ ધર્મના પાઠ ભણાવવામાં આવે છે. અહીં બાળક શાળામાં જવાનું ચાલુ કરે તે પહેલા પાઠશાળામાં જાય છે અને પાઠશાળાએ દીક્ષા દ્વારા મોક્ષનો માર્ગ બતાવે છે. તેના જ કારણે અનેક પરિવારો દીક્ષા ગ્રહણ કરીને મોક્ષનો માર્ગ અપનાવી લે છે. 


  • આ ગામ નહીં પણ છે સંયમનો માર્ગ બતાવતું સ્થળ!

  • એવું ગામ જ્યાંથી અનેક લોકોએ લીધી દીક્ષા

  • જૈન ધર્મમાં દીક્ષાની ખાણ બની ગયું છે છાણી

  • 125 જેટલા જૈન પરિવારો કરે છે વસવાટ

  • ગામમાંથી 160થી 170 લોકોએ લીધી દીક્ષા

  • જૈન ધર્મમાં છાણી ગામનું છે ખુબ જ ધાર્મિક મહત્વ 


દક્ષિણ ગુજરાતના જામ્યો વરસાદી માહોલ; બપોર બાદ આ જિલ્લામાં તો ભૂક્કા બોલાવી દીધા!


200 વર્ષથી છાણી ગામમાં જૈનો વસવાટ કરે છે. જૈન ધર્મનો ભવ્ય ભૂતકાળ અહીં આવેલા સંગ્રહાલયમાં સચવાયેલો છે. પોતાના ધર્મ પ્રત્યેની લાગણી અને પ્રેમ અહીં વસતા યુવાનોની  નસે નસમાં વહે છે. તેથી વડોદરાનું છાણી ગામ દીક્ષા લેવામાં સૌથી અગ્રેસર છે.