જૂનાગઢ : સાયબર ક્રાઈમના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યાં છે. સાયબર ભેજાબાજ અવનવી મોડસ ઓપરેન્ડીથી લોકોને છેતરવાનું મૂકતાં નથી. જૂનાગઢમાં આવો જ એક ભેજાબાજ પોલસી સકંજામાં સપડાયો છે. પરપ્રાંતિય શખ્સ એટીએમ કાર્ડથી છેતરપિંડી કરી અનેકને લાખોનો ચૂનો લગાવી ચૂક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢમાં એક ભેજાબાજ એટીએમ કાર્ડમાંથી રૂપિયાની ઉઠાંતરી કરી રહ્યો હોવાનું ધ્યાને આવ્યું અને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ ભેજાબાજની શોધખોળ શરૂ કરી. શહેરના અનેક એટીએમના સીસીટીવી ફૂટેજ મેળવ્યાં અને આરોપીને શોધી કાઢ્યો. મૂળ ઉત્તરપ્રદેશનો પણ હાલ રાજકોટમાં રહેતા આશિષ ચૌહાણ નામના શખ્સને પોલીસે દબોચી લીધો. 


જૂનાગઢની ડેરીમાં કામ કરતા અશ્વિની વર્મા એટીએમમાંથી રૂપિયા ઉપાડવા ગયા હતાં અને ત્યાં જ એટીએમ કાર્ડ ભૂલાયું. પછી શોધખોળ હાથ ધરી પણ કાર્ડ મળ્યું નહીં આમ કાર્ડની ઉઠાંતરી થઈ ગઈ હતી. થોડા સમય પછી તેમના ખાતમાંથી 10-10 હજાર રૂપિયા બે વખત ઉપડ્યાં, હજું તો તે કઈ વિચારે તે પહેલાં જ્વેલર્સમાંથી 58 હજારની સોનાની ચેન ખરીદયાનો મેસજ તેમના મોબાઈલમાં આવ્યો પછી તો શું સીધા જ પોલીસ સ્ટેશને પહોંચી ગયા અને 80 હજાર રૂપિયાની ઉઠાંતરીની ફરિયાદ નોંધાવી હતી.


પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના પણ હાલ રાજકોટ રહેતાં આશિષ ચૌહાણને દબોચી લીધો. આરોપીની તપાસ કરતાં તેની પાસેથી અલગ અલગ બેંકના 61 જટેલા એટીએમ કાર્ડ સાથે સોનાની ચેન, લેપટોપ, બે મોબાઈલ 82 હજાર 600 રૂપિયા રોકડ મળી 2 લાખ 20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વધુ પૂછપરછમાં આરોપીનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો છે. 


અત્યાર સુધી તેણે એક જ મોડસ ઓપરેન્ડીથી 22 જેટલા ATM ફ્રોડ કર્યાની કબૂલાત આપી છે. જેમાં રાજકોટમાં 42 હજાર અને કોટડા સાંગાણીમાંથી 32 હજારનું એટીએમ ફ્રોડ કર્યાનું સામે આવ્યું છે.આરોપી ATMમાં આવતા લોકો ને ટાર્ગેટ કરી મદદ કરવાના બહાને ATM સ્કેન કરી અને ડેટા ચોરી કરીને લેપટોપની મદદથી ડેટા કલોન કરતો. બાદમાં નવું ATM બનાવી તેમાંથી રૂપિયા ઉપાડવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube