રાજકોટ : શહેરના ST બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં બુધવારે PSI પી.પી ચાવડાની રિવોલ્વરમાંથી ફાયરિંગ થતા તેમને મળવા માટે આવેલા સ્પાના સંચાલક હિમાંશુ ગોહેલ નામનાં યુવકનું મોત નિપજ્યું હતું. ક્રિકેટ મેચની ટિકિટ ખરીદવા માટે સ્પા સંચાલકને બોલાવ્યો હોવાનું અને રાયફલને નવા કવરમાં નાખતા સમયે ફાયરિંગ ભુલથી થઇ ગયાનું પીએસઆઇએ જણાવ્યું હતું. જો કે પરિવારે સ્પાના ધંધામાં ભાગીદારી મુદ્દે હત્યા થયાનો પરિવારજનોએ આક્ષેપ કરીને મૃતદેહને સ્વિકારવાનો ઇન્કાર કર્યો. જો કે આ મુદ્દે પીએસાઇ ચાવડા વિરુદ્ધ સાપરાધ માનવવધની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેનાં બે દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AMC ની મુલાકાતે આવનારા નાગરિકોએ પણ ચુકવવી પડી શકે છે પાર્કિંગ ફી


હિમાંશુના પરિવારે હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ
મૃતક હિમાંશુના પરિવારે જ્યાં સુધી પીએસઆઇ ચાવડા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી ન થાય ત્યાં સુધી મૃતદેહ નહી સ્વિકારવાની માંગ કરી હતી. પીએસસઆઇની બેદરકારીનાં કારણે યુવાનનું મોત થયું છે. પોલીસે બેદરકારી અંગેનો ગુનો દાખલ પણ કર્યો છે. જો કે હિમાંશુના પરિવાર દ્વારા આજે પોલીસ કમિશ્નરને આવેદન પાઠવી ધરણા કરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. 


નિત્યાનંદ વિવાદ: આશ્રમમાંથી ગુમ નિત્યનંદિતા અને તત્વપ્રિયાએ જમૈકામાંથી કર્યું એફિડેવિટ


હિમાંશુંનો પરિવાર ચોધાર આંસુએ રડી પડ્યો
હિમાંશુના પરિવારનો સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ નહી સ્વિકારમાં માટે અડગ હતા. પરિવારની મહિલાઓ ચોંધાર આંસુએ રડતા રડતા પીએસઆઇ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો. મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે, અમારા દિકરાને મારી નાખવામાં આવ્યો છે. તેમ છતા પણ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી રહી. 


48 જેટલા ગુના આચરનાર વ્યક્તિની પત્નીના પ્રેમમાં પડ્યો બોપલનો યુવક અને...


ન્યાયની ખાતરી બાદ પરિવારે મૃતદેહ સ્વિકાર્યો
હિમાંશુના પિતા દિનેશભાઇએ જણાવ્યું કે, મૃતદેહ નહી સ્વિકારીએ કારણ કે મારા દીકરાની હત્યા થઇ છે. પરિવાર દ્વારા સિવિલ ખાતે હોબાળો મચાવવામાં આવ્યો હતો. જો કે યોગ્ય ન્યાયની ખાતરી બાદ પરિવાર દેહ સ્વિકાર્યો હતો. આ ઉપરાંત પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા પીએસઆઇ ચાવડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ કોર્ટે પીએસઆઇ ચાવડાનાં 2 દિવસનાં રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube