નિત્યાનંદ વિવાદ: આશ્રમમાંથી ગુમ નિત્યનંદિતા અને તત્વપ્રિયાએ જમૈકામાંથી કર્યું એફિડેવિટ

નિત્યાનદ આશ્રમ વિવાદ મામલો આશ્રમમાંથી ગુમ થયેલી નિત્યનદિતા અને તત્વ પ્રિયાએ આજે ગુજરાત હાઇકોર્ટમાં જમાઈકા દેશમાંથી ઈન્ડીયન હાઈકમીશન સામે એફિડેવિટ કરી કોર્ટમાં રજુ કરવામાં આવ્યું. જેમાં તેમણે જણાવ્યું છે કે તેમના પિતા જનાર્દન શર્માથી તેમના જીવને જોખમ છે. હાલ તેઓ સુરક્ષિત છે, જો કે બંને બહેનોએ એફીડેવીટમાં તેમણે 5 જેટલી શરતો મૂકી છે. જો તે માનવામાં આવે તો તેઓ ભારત આવી કોર્ટ સમક્ષ હાજર રહેવા તેયાર છે. 

Updated By: Jan 16, 2020, 08:45 PM IST
નિત્યાનંદ વિવાદ: આશ્રમમાંથી ગુમ નિત્યનંદિતા અને તત્વપ્રિયાએ જમૈકામાંથી કર્યું એફિડેવિટ

આશ્કા જાની/અમદાવાદ : નિત્યાનદ આશ્રમ વિવાદ મામલો આશ્રમમાંથી ગુમ થયેલી નિત્યનદિતા અને તત્વ પ્રિયાએ આજે ગુજરાત હાઇકોર્ટમાં જમાઈકા દેશમાંથી ઈન્ડીયન હાઈકમીશન સામે એફિડેવિટ કરી કોર્ટમાં રજુ કરવામાં આવ્યું. જેમાં તેમણે જણાવ્યું છે કે તેમના પિતા જનાર્દન શર્માથી તેમના જીવને જોખમ છે. હાલ તેઓ સુરક્ષિત છે, જો કે બંને બહેનોએ એફીડેવીટમાં તેમણે 5 જેટલી શરતો મૂકી છે. જો તે માનવામાં આવે તો તેઓ ભારત આવી કોર્ટ સમક્ષ હાજર રહેવા તેયાર છે. 

48 જેટલા ગુના આચરનાર વ્યક્તિની પત્નીના પ્રેમમાં પડ્યો બોપલનો યુવક અને...

નિત્યાનંદ આશ્રમની ધરપકડ કરાયેલ બન્ને સંધિકાઓને છોડી મુકવાની પણ એક શરતનો સમાવેશ થાય છે. જો કે આજે અરજદાર જનાર્દન શર્માના વકીલએ કોર્ટમાં એફીદેવીટનો વિરોધ કર્યો હતો. વકીલે રજૂઆત કરી હતી કે, દર વખતની જેમ આ વખતે બીજા એક નવા દેશમાંથી એફીડેવીટ કર્યું છે. બંને પક્ષની રજૂઆત બાદ હાઇકોર્ટે જનાર્દન શર્માને જે વિરોધ હોય તે તમમાં મામલે 24 જાન્યુઆરી સુધી એફિડેવિટ કરવા આદેશ કર્યો છે.

વડોદરા: ટ્રાન્સફોર્મરમાં ફસાયેલી પતંગ કાઢવા જતા MGVCL નાં કર્મચારીનું કરંટ લાગતા મોત

ઉપરાંત આ કેસમાં ઈશ્વરપ્રિયા નામનો આશ્રમનો સાધક હતો. જેને કકર્ણાટક પાસિંગની ગાડીમાં નીત્યનદિતાને દેશની બોડર પાર કરાવી હતી. તે ઈશ્વરપ્રિયા સાધકનું મોત 8 જાન્યુઆરીએ ભારત નેપાળ બોડર પર થયું છે. એ મુદ્દે પણ અનેક અનેક સવાલ થાય છે. જનાર્દન શર્મા 24 જાન્યુઆરીએ એફિડેવિટ કરશે કે તેને દીકરીઓના એફિડેવિટનો વિરોધ કરશે.તે તો હવે આવનારો સમય જ જણાવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube