રાજુ રૂપારેલિયા/દ્વારકા :દ્વારકા પાસે આવેલા નાનકડા ગામ વરવાળામાં બે દિવસમાં બે યુવાનની હત્યા થતા હાહાકાર મચી જવા પામ્યો છે. બે દિવસ પહેલા એક રાજગોર બ્રાહ્મણ યુવાનની તેની પત્નીએ પ્રેમી સાથે મળી હત્યા કરી હતી. તેની હજુ તપાસ પણ શરૂ થઈ નથી, ત્યાં આજે વરવાળા ગામમાં ડ્રાઇવરનો વ્યવસાય કરતા અપરિણીત યુવાનની લાશ ઝાડ પર લટકતી મળી આવી છે. કૃષ્ણનગરી દ્વારિકામાં રોજ ખૂનીખેલ ખેલાઈ રહ્યાં છે. જેથી હવે ધર્મભક્તિની રંગમાં રહેતી આ નગરી પર હવે લોહીનો રંગ પણ ચઢ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, દ્વારકાથી પાંચ કિલોમીટર દૂર આવેલા વરવાળામાં રહેતો અપરિણીત રબારી યુવાન સાંગાભાઇ વરજાંગભાઇ પરમાર (ઉંમર વર્ષ 35) જાતે ડ્રાઇવિંગનો વ્યવસાય કરતો હતો. આજે વહેલી સવારે સાંગાભાઈની લાશ મુખ્ય માર્ગ પર આવેલ ગૌશાળાના ઝાડ પર લટકતી જોવા મળી હતી. વહેલી સવારના લટકતી લાશ જોતા આખુ ગામ ભેગુ થયું હતું અને પોલીસને જાણ કરવામાં આવી હતી. 


[[{"fid":"285143","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"dwarka_murder_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"dwarka_murder_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"dwarka_murder_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"dwarka_murder_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"dwarka_murder_zee2.jpg","title":"dwarka_murder_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


ઘટના સ્થળ પર પોલીસે આવી લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મૃતક સાંગાભાઇ રાતના એક વાગ્યા સુધી બજારમાં જોવા મળ્યો હતો. અને સવારે તેની લાશ ઝાડ પર લટકતી હતી. ત્યારે હવે આત્મહત્યા છે કે હત્યા તે જાણવામાં પોલીસ તપાસે લાગી છે. 


સમગ્ર ઘટનાથી લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. ઝાડ પર લટકતી લાશ જોઈને લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ હતી. ત્યારે સવાલ એ છે કે, હજી ગઈ કાલની હત્યાનો ભેદ માંડ ઉકેલાયો છે, ત્યારે બીજી ઘટનાથી ગામમાં ચકચાર મચી ગઈ છે.