નચિકેત મહેતા, નડીયાદ: નડિયાદ (Nadiad) માં રહેતાં એક યુવકે શહેરમાં જ રહેતી સાત વર્ષીય બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી શારીરીક અડપલાં કર્યાં હતાં. આ કેસની સુનાવણી દરમિયાન ન્યાયાધીશે આરોપીને કસુરવાર ઠેરવી ૧૦ વર્ષની સખત કેદની સજા તેમજ દંડ ફટકાર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નડિયાદ (Nadiad) માં રહેતાં ભાવેશ ઉર્ફે બુટ્ટો ભાવિન રજનીકાંત પટેલે ગત તા.૧૧-૬-૨૦ ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં તેના વિસ્તારમાં જ રહેતી એક ૭ વર્ષની કિશોરીને ચોકલેટ આપવાની લાલચ આપી બોલાવી હતી. જેથી ચોકલેટની લાલચમાં લલચાયેલી બાળકી ભાવેશ પાસે ગઈ હતી. રાત્રીનો સમયે હોય વિસ્તારમાં સન્નાટો હતો. 

Cricket ની બાબતમાં માથાકૂટ થતાં કારને લગાવી દીધી આગ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો Video


જેનો લાભ લઈ ભાવેશ તે બાળકીને નજીકમાં પડેલી રીક્ષા પાછળ લઈ ગયો હતો. અને બાળકી સાથે શારીરીક અડપલાં કર્યા હતાં. આની જાણ બાળકીના પરિવારજનોને થતાં તેઓએ આ બાબતે નડિયાદ ટાઉન પોલીસમથકમાં ફરીયાદ આપી હતી. જેના આધારે પોલીસે ભાવેશ પટેલ વિરૂધ્ધ ઈપીકો કલમ ૩૭૬ તથા પોક્સો એક્ટની કલમ ૩(બી), ૪, ૧૧(૧), ૧૨, ૧૮ મુજબનો ગુનો નોંધી તેને પકડી પાડ્યો હતો. 


જે બાદ ચાર્જશીટ નડિયાદ કોર્ટ (Nadiad Court) માં મુકી હતી. આ કેસ નડિયાદના સ્પે.ન્યાયાધીશ ડી આર ભટ્ટની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ ધવલ આર બારોટે દસ્તાવેજી પુરાવા, મૌખિક રજુઆત તેમજ ધારદાર દલીલો રજુ કરી હતી. જે ધ્યાનમાં રાખી ન્યાયાધીશે આરોપી ભાવેશ ઉર્ફે બુટ્ટો ભાવિન રજનીકાંત પટેલને કસુરવાર ઠેરવી ૧૦ વર્ષની સખત કેદની સજા તેમજ દંડ ફટકાર્યો છે.

Gujarat ની પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવા આદેશ, શિક્ષણ સંઘની માંગ સ્વિકારાઇ


નડિયાદ (Nadiad) ની ૭ વર્ષીય બાળકી સાથે શારીરીક અડપલા કરવાના ગુનામાં નડિયાદ કોર્ટે (Nadiad Court) આરોપીને કસુરવાર ઠેરવી સખત કેદની સજા તેમજ દંડ ફટકાર્યો છે. તદુપરાંત આરોપીએ ભોગ બનનાર બાળકીને વળતર પેટે રૂ.૨,૦૦,૦૦૦ ચુકવવાનો હુકમ પણ કર્યો છે. તો બીજી બાજુ નિયમ મુજબ સરકાર તરફથી ભોગ બનનાર બાળકીને રૂ.૨,૦૦,૦૦૦ ચુકવવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube