યુવાનને માર મારવાના મામલે મહેસાણાના બજારો સ્વયંભૂ બંધ, પોલીસ કાફલો ખડકી દેવાયો
મહેસાણામાં અસામાજિક તત્વો દ્વારા બ્રહ્મભટ્ટ સમાજના યુવાન પર જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના સામે આવ્યી છે. જેને લઇને બ્રહ્મભટ્ટ સમાજમાં રોષની લાગણી ફેલાતા ગત રોજ મહા આરતી બાદ સમગ્ર મહેસાણામાં હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે
તેજસ દવે, મહેસાણા: મહેસાણામાં અસામાજિક તત્વો દ્વારા બ્રહ્મભટ્ટ સમાજના યુવાન પર જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના સામે આવ્યી છે. જેને લઇને બ્રહ્મભટ્ટ સમાજમાં રોષની લાગણી ફેલાતા ગત રોજ મહા આરતી બાદ સમગ્ર મહેસાણામાં હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે માટે મહેસાણાના મુખ્ય તોરણવાડી બજાર પાસે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ પણ વાંચો:- સરદાર સરોવર ડેમ છલકાવવાની તૈયારીમાં, મહત્તમ સપાટીથી 70 સે.મી. બાકી
પ્રાપ્ત માહિત અનુસાર, મહેસાણાના હબટાઉન પાસે બુધવાર રાત્રીએ યુવતીના બર્થ ડે સેલિબ્રેશનમાં માથાકૂટ થઇ હતી. જેને લઇને કેટલાક અસામાજીક તત્વો દ્વારા ધવલ બ્રહ્મભટ્ટનામના યુવાનને મૂઢ માર મારવામાં આવ્યો હતો. આ હુમલાની જાણ થતા જ અસમાજીક તત્વો સામે બ્રહ્મભટ્ટ સમાજના લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારે ગત રોજ મહા આરતી બાદ આજે મહેસાણાના બજારો સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:- રાજ્યના 99 તાલુકામાં વરસાદ, 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
યાત્રાધામ અંબાજી દર્શનાથે જતા બે બાઇક સવારને નડ્યો અકસ્માત, એકનું મોત
મહેસાણાના પોલીસની ચાંપતી નજરમાં 1 એસપી, 2 ડીવાયએસપી, 10 પીઆઇ, 40 પીએસઆઇ, 550 પોલીસ કોસ્ટબલ, 100 મહિલા પોલીસ, 100 હોમગાર્ડ અને 1 એસઆરપી જવાનની કંપની જુદા જુદા વિસ્તરોમાં ખડે પગે રાખવામાં આવ્યા છે. મહેસાણા નગર પાલિકા દ્વારા વૉટર બ્રાઉઝર પણ પોલીસે ખડે પગે રાખ્યું છે.
જુઓ Live TV:-