ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદમાં સ્ટંટબાજો કાયદાનું ભાન ભૂલ્યા છે. જેમાં SG હાઈવે પર જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. તેમાં બાઈક ચાલકે જોખમી સ્ટંટ કરી રહ્યા છે. અમદાવાદમાં આટલી ઘટનાઓ સામે આવ્યા પછી પણ સ્ટંટબાજો સુધરવાનું નામ લઈ રહ્યા નથી. SG હાઈવે પર બાઈક સવાર યુવકે સ્ટંટ કર્યા હોવાની વધુ એક ઘટના સામે આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં સરકારી ભરતી મામલે મોટા સમાચાર, 30 હજાર સરકારી શિક્ષકોની પડશે જાહેરાત


આ ઘટનામાં SG હાઈવે પર ચાલુ બાઈકે યુવકે ઉભા થઈ પૂરપાટ ઝડપે બાઈક હંકારી હતી. તેની સાથે પોતાની સાથે અન્ય લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર જોખમી સ્ટંટથી આજુબાજુ વાહન ચલાવતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. GJ-01-XE-7335 નંબરની બાઈકના ચાલકે સ્ટંટ કર્યા હતા.


જાડેજા મેદાનમાં તો રિવાબા જામનગરની પીચ પર ફટકારી રહ્યાં છે ચોગ્ગા- છગ્ગા, છોટાકાશીની


મહત્વનું છે કે, સાવધાન આવા સ્ટંટ જોખમી બની શકે છે. તથા સ્ટંટબાજો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. અમદાવાદ ફરી એક વખત જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. શહેરના સૌથી વ્યસ્ત એસજી હાઈવે પરનો વીડિયો વાયરલ થતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. બાઈક પર ઉભા થઈને યુવકે જોખમી સ્ટંટ કરી રહ્યા છે. આજકાલ યુવાનો જોખમી સ્ટંટ કરી પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.


આ આગાહીથી વધી જશે ધબકારા! આ ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ! સમગ્ર ગુજરાતમાં 5 દિવસ 'ભારે'