આ આગાહીથી વધી જશે ધબકારા! આ ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ! સમગ્ર ગુજરાતમાં 5 દિવસ બની રહેશે 'ભારે'
Weather Update: આગામી પાંચ દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદી માહોલ બનવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. હાલ અરબ સાગરમાં સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ એક્ટિવ હોવાના કારણે ભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વરસાદને લઈને જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી છે. આ 5 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તેમણે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલેશનના કારણે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાત અને સૌરાટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ રહેશે. દરેક જગ્યાએ રાજ્ય સરકાર, માછીમારોને તમામ જગ્યાએ એલર્ટ માટે સૂચના આપવામાં આવી છે. હાલમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.
રાજ્યમાં વિરામ બાદ બીજા રાઉન્ડમાં પણ ગુજરાતને સારો વરસાદ મળશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ એટલે 6 જુલાઇથી 10 જુલાઇ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે અને સારો વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. અમદાવાદ શહેરમાં પણ આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદનો અનુમાન છે.
સ્કાયમેટના અનુમાન મુજબ આવતી કાલે એટલે 7 જુલાઇએ અમરેલી, ભાવનગર, આણંદ ભારે વરસાદનો અનુમાન છે. તો 8 જુલાઇએ કચ્છ, જામનગરમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે. ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ જમાવટ કરી છે. સ્કાયમેટના અનુમાન મુજબ આવતી કાલે એટલે 7 જુલાઇએ અમરેલી, ભાવનગર, આણંદ ભારે વરસાદનો અનુમાન છે. તો 8 જુલાઇએ કચ્છ, જામનગરમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે. હવામાનની વેબસાઇટ સ્કાઇમેટ મુજબ આગામી 8 જુલાએ બનાસકાંઠા,સાબરકાંઠા,પાટણ,દ્વારકા,પોરબંદર સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદ થઇ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગત સપ્તાહે છૂટક વરસાદ પડી ગયા બાદ પરિસ્થિતિઓ ફરી એકવાર અનુકૂળ બની રહી છે. આગામી દિવસોમાં સમગ્ર દેશમાં ચોમાસું સોળે કળાએ ખીલી ઊઠશે. હવામાન વિભાગની (IMD) આગાહી અનુસાર, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. આ વચ્ચે હવે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની સ્થાનિક હવામાન વિભાગે આગાહી કરી છે.
આવતીકાલે (7 જુલાઈ)એ અમરેલી, ભાવનગર અને આણંદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે અમરેલી, ભાવનગર, આણંદમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.
Trending Photos