લગ્ન કરવા ઇચ્છતા યુવાનો જરૂરથી આ સમાચાર વાંચે, પછી કહેતા નહી કે કીધું નહી...
શહેર પોલીસે એક એવી ગેંગની ધરપકડ કરી છે. જે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતનાં લગ્નવાંછુંક યુવાનોને બનાવતી હતી ટાર્ગેટ. નાગપુરની યુવતી સાથે લગ્ન કરાવ્યા બાદ લૂંટેરી દુલ્હન ઘરમાંથી સોના - ચાંદીનાં દાગીના પર હાથફેંરો કરી નાસી છુટતી હતી. જો તમે લગ્નવાંછુંક છો અને નાગપુરની યુવતી સાથે લગ્ન કરવાની ઇચ્છા ધરાવો છો તો આ સમાચાર તમારા માટે મહત્વનાં છે. કારણ કે, રાજકોટ પોલીસે નાગપુરની લૂંટેરી દુલ્હન ગેંગની મહિલા સહિત બે શખ્સોની ધરપકડ કરી છે.
રક્ષીત પંડ્યા/રાજકોટ: શહેર પોલીસે એક એવી ગેંગની ધરપકડ કરી છે. જે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતનાં લગ્નવાંછુંક યુવાનોને બનાવતી હતી ટાર્ગેટ. નાગપુરની યુવતી સાથે લગ્ન કરાવ્યા બાદ લૂંટેરી દુલ્હન ઘરમાંથી સોના - ચાંદીનાં દાગીના પર હાથફેંરો કરી નાસી છુટતી હતી. જો તમે લગ્નવાંછુંક છો અને નાગપુરની યુવતી સાથે લગ્ન કરવાની ઇચ્છા ધરાવો છો તો આ સમાચાર તમારા માટે મહત્વનાં છે. કારણ કે, રાજકોટ પોલીસે નાગપુરની લૂંટેરી દુલ્હન ગેંગની મહિલા સહિત બે શખ્સોની ધરપકડ કરી છે.
લગ્નમાં થઇ મુલાકાત બંન્ને વચ્ચે બંધાયો શારીરિક સંબંધ અને આવ્યો ચોંકાવનારો વળાંક...
પ્રદ્યુમનનગર પોલસને લૂંટેરી દુલ્હન ઘરમાંથી રોકડ, સોના-ચાંદીનાં દાગીના લઇને પલાયન થઇ ગઇ હોવાની ફરીયાદ મળી હતી. જેને આધારે પોલસે ભોગબનનાર લગ્નવાંછુંક યુવકને સાથે રાખીને ઓપરેશન પાર પાડ્યું હતું. રાજકોટની કોર્ટમાં નાગપુરથી બે દલાલો મળવા આવવા હોવાની માહિતી પોલીસને મળી હતી. ત્યારે પોલીસે ભોગબનનાર યુવકને સાથે રાખીને છટકું ગોઠવ્યું હતું. જેમાં લૂંટેરી દુલ્હન ગેંગનાં નાગપુરમાં રહેતા દલાલ અનુ હરેશ મકવાણા અને રમેશ ટાકલીયાની ધરપકડ કરી હતી.
રાજકોટનાં રાજાના રાજ્યાભિષેકમાં ક્ષત્રીય મહિલાઓ બનાવશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
પોલીસ તપાસમાં આ ગેંગમાં લૂંટેરી દુલ્હન તરીકે રાની ઉર્ફે પાયલ, ઉમેશ ઉર્ફે પપ્પુ, સચિન ઉર્ફે મહેશ, નેબા બહાદુર, અનુ મકવાણા અને રમેશ ટાકલીયા હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસનાં કહેવા મુજબ, આરોપી અનુ અને રમેશ નાગપુરની યુવતી સાથે લગ્ન કરવા વાંછુંકોને પોતાનો ટાર્ગેટ બનાવતા હતા. આરોપી અનુ અને રમેશ લગ્ન કરાવવાની દલાલી લેતા હતા. જેમાં તેઓ 1 લાખ થી દોઢ લાખ સુધીની પોતાની દલાલી રાખતા હતા. લગ્નવાંછુંક યુવાનોને સૌરાષ્ટ્રમાંથી નાગપુર લઇ ગયા બાદ લગ્નની વિધી કરાવતા હતા.
અમદાવાદ મ્યુનિ. સ્કુલમાં ભણી ચુકેલા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ
જેમાં રાની ઉર્ફે પાયલ નામની યુવતી સાથે લગ્ન કરાવતા હતા. ત્યારબાદ રાની લગ્ન કરીને સૌરાષ્ટ્ર આવતી હતી અને એક થી બે દિવસ રોકાયા બાદ ઘરમાંથી રોકડ, સોના-ચાંદીનાં દાગીના લઇને રાત્રીનાં બધા સુતા હોય ત્યારે પલાયન થઇ જતી હતી. હાલ તો પોલીસે દલાલોની ધરપકડ કરી નાગપુર તરફ તપાસનો ધમધમાટ શરૂ કરી લૂંટેરી દુલ્હનની શોધખોળ શરૂ કરી છે.
મોડાસાકાંડ મુદ્દે પરિવારે પોલીસ સ્ટેશનને ઘેર્યું, PIની તત્કાલ અસરથી બદલી કરવામાં આવી
પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગનાં બે દલાલોની ધરપકડ કરી ગેંગમાં કેટલા લોકો સામેલ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં કેટલા લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે સહિતનાં મુદ્દે તપાસ શરૂ કરી છે. સાથે સાથે પોલીસે આ પ્રકારની ઘટનાઓનાં ભોગ બનનાર લોકોને પણ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરી છે. હવે પોલીસ લૂંટેરી દુલ્હનને ક્યારે જેલનાં સળીયા ગણતરી કરે છે તે જોવું મહત્વનું રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube