હાર્દિક દીક્ષિત/વડોદરા : બોગસ માર્કશીટ અને નોકરી આપવાના બહાને ઠગાઈ કરતો હર્ષિલ લિબાચીયા ફરી પોલિસ પકડમાં આવ્યો છે. મોટી રાજકીય વગધારાવતો હોવાની બડાસ મારતો હર્ષિલ લિબાચીયા ફરી પોલિસ સકંજામા આવ્યો છે. વડોદરાના માંજલપુરમા રહેતા આ ઈસમનું નામ છે હર્ષિલ લિબાચીયા. મોટા નેતાઓ અને અધિકારીઓ સાથે સારા સંબંધ હોવાની કરે છે વાત અને પછી ખોટા સર્ટી, પોસ્ટ અને રેલ્વેમાં નોકરી તેમજ મેડિકલમાં પ્રવેશ અપાવવાનુ કહી લોકો પાસેથી નાણા પડાવે છે. વડોદરાના એક કોન્ટ્રાકરટની દિકરીને મેડિકલમાં ગોત્રી કોલેજમાં એડમિશન અપાવવાના બહાને 25 લાખ રૂપીયા પડાવ્યા હોવાનુ બહાર આવ્યુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિડાણા કોમી રમખાણ મર્ડર સહિત 3 ફરિયાદ, પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો


જેની ફરીયાદના આધારે માજલપુર પોલિસે ધરપકડ કરી છે. પોલિસે જ્યારે હર્ષિલની ધરપકડ કરી હતી ત્યારે તે પીધેલી હાલતમાં હતો અને પાડોશીને ધમકી પણ આપી હતી. આ બંન્ને કેસ મળીને હર્ષિલ લિબાચીયા વિરૂધ્ધમાં ત્રણ ગુના દાખલ કરવામા આવ્ય છે. જો કે ફરીયાદીની ફરીયાદમાં મળેલા પુરાવાના આધારે હર્ષિલ લિબાચીયાએ અન્ય કોઈની સાથે આવી છેતરપીડી કરી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. 


Gujarat Corona Update: ગુજરાતમાં 7 મહિના બાદ કોરોનાનો આંકડો 500 ની નીચે, માત્ર 2 મોત


વડોદરામાં અગાઉ પણ હર્ષિલ લિબાચીયા અનેક ગુનાઓમાં ઝડપાઇ ચુક્યો છે. અનેક ગુના સાથે સંડોવાયેલો હર્ષીલ અગાઉ બોગસ માર્કશીટ, ખોટા ડોક્યુમેન્ટ અને રાયોટિંગના ગુનાઓ દાખલ કરવામા આવ્યા છે. માંજલપુર પોલિસે ધરપકડ કરીને રીમાન્ડની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હર્ષિલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેને ધ્યાને રાખી પોલીસ હાલ તેની તપાસ ચલાવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube