તમારો એક વોટ, ગુજરાતના ટેબ્લોને બનાવી શકે છે વિજેતા! આ લિંક પર મત રજિસ્ટર કરી વધારો ગૌરવ
Gujarat Tableau: 75માં ગણતંત્ર દિવસની દિલ્લીના કર્તવ્ય પથ પર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. ત્યારે આ વર્ષે પણ ફરી તમારો એક વોટ તમારા ગુજરાતના ટેબ્લોને બનાવી શકે છે વિજેતા. ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી વધુ એકવાર વિજેતા બનાવવાની તક ગુજરાતીઓને મળી રહી છે. જેથી તમે નીચે આપેલી લિંક કે ક્યૂઆર કોડ સ્કેન કરીને વોટ કરી શકો છો. તમે તમારા મિત્રો, પરિચિતો, યુવાઓને મોટા પ્રમાણમાં શેર કરો અને તેમને પણ વોટિંગ કરવા વિનંતી કરી ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવામાં સહયોગ આપો.
Gujarat Tableau: તમારો એક વોટ, ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે! ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી વધુ એકવાર વિજેતા બનાવો... 26મી જાન્યુઆરી, 2024ના પ્રજાસત્તાક પર્વે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના 'કર્તવ્ય પથ' ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન કરવામાં આવ્યું. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી હતી.
જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા. ત્યારે ગુજરાત દ્વારા પ્રદર્શિત ટેબ્લો (ઝાંખી)ને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી આપનું વોટિંગ કરીને આ ટેબ્લોને વિજેતા બનાવવાનું ચૂકશો નહિ! ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો: ”ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ”ને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી આપનું ભરપૂર વોટિંગ કરીને ગતવર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહિ !
આ લિંક આપ આપના મિત્રો, પરિચિતો, યુવાઓ, સમાજ અને કચેરીના સભ્યોને મોટા પ્રમાણમાં શેર કરો અને તેમને પણ વોટિંગ કરવા વિનંતી કરી, ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવામાં સહયોગ આપો.
આ રીતે કરી શકો છો આપ વોટિંગ :
- અહીં નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો:
- • https://www.mygov.in/group-poll/vote-your-favourite-tableau-republic-day-2024/
- • ત્યારબાદ, રાજ્યોના ટેબ્લોની સૂચિ જુઓ, જેમાં ગુજરાત 04 (ચોથા ક્રમાંકે) છે, ત્યાં ટીક કરો.
- • નીચે લીલા બટનમાં Log in to Participate છે દબાવો
- • ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર/ઇ-મેલ આઈડી લખો
- • જેથી તમને એક OTP પ્રાપ્ત થશે
- • આ OTP લખતા થોડીવારમાં જ તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઇ જશે.
- જો SMS થી વોટિંગ કરવા માંગતા હોવ તો નીચેની પદ્ધતિનો અમલ કરો :
- SMS Syntax: MYGOVPOLL<space>344521<comma>Choice NumberSend to 7738299899
- વોટિંગ લિંક તા.27 જાન્યુઆરી, 2024ના સવારે 05:30 કલાક સુધી જ ખુલી હોઈ, ભરપૂર વોટિંગ કરી ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવો
નોંધનીય છે કે, દેશમાં 75મા ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ દિલ્લીમાં કર્તવ્ય પથ પર ધ્વજ ફરકાવ્યો હતો. પીએમ મોદીએ કર્તવ્ય પથ પર રાષ્ટ્રપતિ મુર્મુ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનનું સ્વાગત કર્યું હતું. આ વખતે ગણતંત્ર દિવસ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ચીફ ગેસ્ટ છે. આ વખતે ગણતંત્ર દિવસની થીમ 'વિકસિત ભારત' રાખવામા આવી છે.પરેડ સવારે 10:30 વાગ્યે શરૂ થઈ હતી.મ્યુઝિશિયન શંખ, ડ્રમ અને અન્ય પરંપરાગત સંગીતનાં સાધનો વગાડીને પરેડની શરુઆત થઈ હતી. પરેડમાં 1500 મહિલાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં લોકનૃત્યો રજૂ કર્યા હતા.
આ વખતે ત્રણેય સૈન્ય, અર્ધ-લશ્કરી જૂથો અને પોલીસ ટુકડીઓનું નેતૃત્વ પ્રથમ વખત મહિલાઓ કર્યું. ફ્લાયપાસ્ટમાં વાયુસેનાના 51 વિમાનો ભાગ લીધો હતો. જેમાં 29 ફાઈટર પ્લેન, 7 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, 9 હેલિકોપ્ટર અને એક હેરિટેજ એરક્રાફ્ટ સામેલ હતા. ફ્રાન્સ આર્મીનું રાફેલ પણ પ્રથમ વખત ફ્લાયપાસ્ટમાં ભાગ લીધો હતો.પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પણ ભાગ લીધો હતો. આ ટેબ્લોની થીમ છે- 'ધોરડો. તે ગુજરાતના પ્રવાસન વિકાસનું વૈશ્વિક પ્રતીક છે.