અમદાવાદ : દેશનાં અનેક રાજ્યોમાં ચલાવાતા ગેરકાયદેસર કોલસેન્ટરના માલિકોને વિદેશી નાગરિકોનાં ડેટા અને મેસેજ મોકલવા માટેના બ્લાસ્ટ સોફ્ટવેર (બલ્ક મેસેજ મોકલવાનું સોફ્ટવેર) આપનારા અમદાવાદનાં સચિન સુથાર નામનાં યુવકની સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા દિલ્હીમાં બિનકાયદેસર કોલસેન્ટર ચલાવવામાં આવતું હતું. તેનાં 5 માલિકોને આ સોફ્ટવેર અને ડેટા પુરા પાડ્યા હતા. જે મારફતે વિદેશી નાગરિકોને સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનનાં ઓફીસરની ઓળખ આફીને વિદેશી નાગરિકો સાથે છેતરપીંડી કરતા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડે.મેયરે જીલ્લા પોલીસ વડાને દારૂ અંગે રજુઆત કરીને ફસાયા, ઇનામ મળશે કે સજા ?
સોફ્ટવેરનું એનાલિસિસ કરતા અમેરિકન નાગરિકોનાં અંગત ડેટા મળી આવ્યા
સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 8 દિવસ પહેલા બાતમીના આધારે વસ્ત્રાલના સાનિધ્ય બંગ્લોઝમાં રહેતા સચિન સુથાન નામનાં એક વ્યક્તિની લેપટોપ, 2 મોબાઇલ સાથે અટકાયત કરવામાં આવી હતી. પોલીસે સચિનના લેપટોપની તપાસ કરતા તેમાંથી વિદેશી નાગરિકો ખાસ કરીને અમેરિકન નાગરિકોનાં ડેટા, VICI DIAL નામનું સોફ્ટવેર તેમજ અન્ય પાંચ સોફ્ટવેર મળી આવ્યા હતા. પોલીસ દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને તેમાં મોબાઇલ નંબરનો ડેટા મળ્યો હતો.


તીડનો આતંક: બનાસકાંઠા પંથકમાં ડ્રોનથી કરાયો તીડનો સફાયો, જુઓ વીડિયો
જે નંબર પર VICIDILAR નામના સોફ્ટવેર મારફતે વોઇસ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ મેસેજ બ્લાસ્ટર સચિન દ્વારા દિલ્હી અને અન્ય રાજ્યમાં ગેરકાયદેસર કોલસેન્ટર ચલાવતા માલિક જિમી અસીજા, વિવેક ગુપ્તા, વિનિત શર્મા, સોમનાથ દુબે નામના વ્યક્તિને આપ્યા હતા. પોલીસને લેપટોપમાંથી અનેક સેમ્પલ રેકોર્ડિંગ મળી આવ્યું હતું. જેમાં સોશિયલ સિક્યુરિટી નંબર બાબતે ઓફીસરની ઓળખ આપી હતી. નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાની વાત સામે આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube