રક્ષિત પંડ્યા/ રાજકોટ: બાળકો ઉઠાવી જવાની વાતને લઇને રાજકોટના 80 ફૂટ રોડ પર યુવકને સ્થાનિકો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો જે મામલે થોરાળા પોલીસે અપહરણનો ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ચીલીયા મનુભાઇ રાઠવા નામના વ્યક્તિની વિરૂદ્ધ 3 વર્ષની માસુમ બાળકીના અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીલીયા મનુભાઈ રાઠવા મૂળ છોટા ઉદયપુરનો વતની છે અને છેલ્લા ઘણા સમયથી પરિવાર સાથે રહી રાજકોટમાં મજૂરી કામ કરે છે. બુધવારે રાજકોટના 80 ફૂટ રોડ પર આવેલ આજી નદીના કાંઠે હતો એ સમયે 3 વર્ષની માસુમ બાળકીના અપહરણનો પ્રયાસ કર્યો હતો. જો કે એ સમયે આસપાસના રહેવાસી જોઈ જતા તેને પકડી સ્થાનિકો એ ઢોર માર માર્યો હતો અને બાદમાં પોલીસે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. માસુમ બાળકીની માતા એ થોરાળા પોલીસ મથકમાં યુવક વિરુધ્ધ અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કાલોલની પરણિત મહિલા સાથે 4 ઇસમોએ ગુજાર્યો સામૂહિક બળાત્કાર, મોબાઇલમાં પાડ્યા નગ્ન ફોટા


રાજકોટ ઝોન 1ના ડીસીપી બલરામ મીનાના જણાવ્યા અનુસાર થોરાળા પોલીસે આરોપી વિરુધ્ધ અપહરણ નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે આરોપી યુવકે બાળકીનું અપહરણ ન કર્યું હોવાનું રટણ રટી રહ્યો છે. જ્યારે નજીકમાં રહેલ મંદિરના પૂજારીએ યુવકને અપહરણ કરતા નજરે જોયો હોવાથી પૂજારી નું નિવેદન નોંધી પોલીસ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ શખ્સ બાળકોની અપહરણ કરનાર ગેંગનો ન હોવાનું પોલીસ તપાસ મા સામે આવ્યું છે તો સાથે જ લોકો અફવાઓ પર ધ્યાન ન દેવા અને કોઇ અપહરણની શંકાએ કાયદો હાથ મા ન લેવા અપીલ કરી છે.



બાળકો ઉઠવતી કોઈ ગેંગ રાજકોટ શહેર કે આસપાસના વિસ્તારમાં ન હોવાનુ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું તો સાથે જ ગઈકાલે બનેલી ઘટનામાં પોલીસે અપહરણ કરનાર યુવકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. ત્યારે 3 વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરવા પાછળનું કારણ શુ હતું તે અંગે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે આ અગાઉ રાજકોટ શહેરમાં 3 વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચરી નરાધમ દ્વારા નિર્મમ હત્યા નિપજાવવામા આવી હતી. જેને લઇ પોલીસે આવા શકમંદ વ્યક્તિની જાણ પોલીસને કરવા લોકોને અપીલ કરી છે.