હાર્દિત દિક્ષીત /વડોદરા: સામાન્ય રીતે પ્રિયતમ પર પ્રભાવ પાડવા કોઇ સારામાં સારી કારકિર્દી ઘડે તો કોઇ સારામાં સારી ગિફ્ટ આપે. પરંતુ વડોદરામાં રહેતા એક યુવાને એક, બે નહીં, ચાર ચાર ગર્લફ્રેન્ડ પર પ્રભાવ પાડવા માટે નકલી પાયલોટ બન્યો હતો. એટલું જ નહીં, આ યુવાને પાયલોટ હોવાની બડાશ મારી અમદાવાદ, રાજકોટ મુંબઈમાં ગર્લફ્રેન્ડ બનાવી હતી. યુવતીઓને પાયલોટના યુનિફોર્મમાં ફ્લાઇટ સાથે ફોટા મોકલી ઈમ્પ્રેસ કરતો હતો. પરંતુ આખરે ભાંડો ફૂટ્યો હતો અને પોલીસના હાથમાં ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે જ યુવક પાસે ચારેય ગર્લફ્રેન્ડને હું પાયલોટ નથી. તેવો મેસેજ કરાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારે વરસાદ માટે તૈયાર રહો! ગુજરાત સહિત આ 8 રાજ્યો માટે ભયાનક આગાહી, નવાજૂનીના સંકેત


શું બની હતી સમગ્ર ઘટના?
રિલેશનશીપમાં આવવા માટે આજકાલ યુવાનો ઘણી ઉતાવળ બતાવતા હોય છે. પરંતુ એવુ જરૂરી નથી કે બધાને સફળતા પણ મળી શકે. પોતાની પસંદની યુવતીને પોતાના દિલની વાત કહેવી સરળ નથી. ડેટિંગ દરમિયાન યુવાનો જાતજાતની મોંઘી ગિફ્ટ્સ આપીને ઈમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ એવુ જરૂરી નથી કે બધી છોકરીઓને આ રીતની ગિફ્ટ ગમે. ત્યારે વડોદરામાં એક અજીબોગરીબ ઘટના બની છે, જે જાણીને તમને નવાઈ લાગશે. મુંબઈના વિલે પાર્લેમાં રહેતો 20 વર્ષનો રક્ષિત માંગેલા ધો.12 પાસ બાદ પાઇલટ બનવા માગતો હતો. પરંતુ ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોનાના કારણે તેણે મુંબઈના ઇન્સ્ટિટ્યૂટમાં એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે ટ્રેનિંગ લીધી હતી. જ્યાં પ્લેનના ક્રૂ મેમ્બર તરીકેની યુવતીઓ સાથે સંપર્ક થતાં અમદાવાદ, રાજકોટ, મુંબઈ જેવા શહેરોની 4 ગર્લફ્રેન્ડ બનાવી હતી. 


અહો આશ્ચર્યમ!! 9 મહિનાનું બાળક રમકડાના મોબાઈલનું LED બલ્બ ગળી ગયું, પછી શું થયું??


મુંબઈથી વડોદરા, દિલ્હી થઈ હૈદરાબાદ જવાનો પ્લાન ઉંઘો પડ્યો!
રક્ષિત માંગેલા રાજકોટ ગર્લફ્રેન્ડને મળ્યા બાદ 20 તારીખે પરત આવ્યો હતો. ત્યારબાદ તેની અન્ય એક ગર્લફ્રેન્ડ નેધરલેન્ડ ગઈ હોવાથી તેને મુંબઈ એરપોર્ટ પર મૂકી હતી. જ્યાંથી અન્ય ગર્લફ્રેન્ડ હૈદરાબાદ ગઈ હોવાથી તે પોતે ફ્લાઇટ લઈ હૈદરાબાદ આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. મુંબઈથી ફ્લાઈટ ન મળતાં મુંબઈથી વડોદરા, દિલ્હી થઈ હૈદરાબાદ જવાનો હતો. 


પ્રજ્ઞાચક્ષુ બાળકોને હવે દુનિયા બતાવશે સ્માર્ટ ગ્લાસ, 40 બાળકોને મળ્યા સ્માર્ટ ચશ્મા


કર્મચારીને શંકા જતા રક્ષિત માંગેલાનો ભાંડો ફૂટ્યો
જોકે વડોદરા એરપોર્ટ પર સોમવારે રાત્રે દિલ્હી જતી ફ્લાઇટમાં પાઇલટ તરીકે ઓળખ આપી યુનિફોર્મમાં બોર્ડિંગ પાસ સાથે 20 વર્ષના યુવકે પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે એર ઇન્ડિયાના કર્મચારીઓને શંકા જતાં તેને રોક્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ સીઆઈએસએફ, પોલીસ, સેન્ટ્રલ આઈબી, સ્ટેટ આઇબી, એસઓજી તેમજ ક્રાઈમ બ્રાન્ચ સહિતની સંસ્થાઓએ યુવક જાસૂસ કે આતંકવાદી હોવાની શંકાએ ઘનિષ્ટ પૂછપરછ કરી હતી. 


બે જ દિવસમાં કઈ રીતે રોકેટ બની ગયો આ પાવર સ્ટોક? 4 મહિનામાં આપ્યું 180%થી વધુ વળતર


હરણી પોલીસે એનસી દાખલ કરી કાર્યવાહી કરી
સીઆઇએસએફની ફરિયાદને આધારે હરણી પોલીસે એનસી દાખલ કરી કાર્યવાહી કરી હતી. 177ની કલમ મુજબ ખોટી માહિતી આપવાના ગુનામાં ધરપકડ ન થઈ શકે તેવા સંજોગોમાં મંગળવારે રાત સુધી પૂછપરછ કરી હતી. બીજી તરફ રક્ષિત માંગેલાના સ્વજનો વડોદરા દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના ખુલ્લી પડી હતી.


દીકરીને વિદેશ પરણાવવાના અભરખા વડોદરાના પરિવારને ભારે પડ્યા! સામે આવી કાળી હકીકત


યુવક પાસે જ ગર્લફ્રેન્ડને મેસેજ કરાવ્યો કે, હું પાઇલટ નથી
પોલીસ પુછપરછ દરમિયાન આ ઘટનાથી અજાણ યુવતીના મેસેજ યુવકના ફોન સતત પર આવતા હતા. પોલીસે યુવક પાસે તેના ફોન હૈદરાબાદની યુવતીને મેસેજ કરાવી પોતે પાઇલટ ન હોવાની માહિતી અપાવી હતી.


ભગવાનના વિવાહમાં ભાવુક થયા પાટીદારો! શિવપાર્વતી વિવાહમાં સાડા 5 કરોડથી વધુનું દાન