હિમાંશુ ભટ્ટ/મોરબી: સામાન્ય રીતે ઉનાળામાં લોકોને પીવાના પાણીના ફાંફા હોય છે ત્યારે પક્ષીઓને ઉનાળાના સમયમાં પીવા માટેની પાણી મળે રહે તેના માટેનું અનોખું અભિયાન મોરબી શહેરમાં ચલાવવામાં આવી રહ્યું છે જેમાં કોલેજીયન યુવાનો ભંગાર વાળની જેમ ઘરે ઘરે જઈને લોકોની પાસેથી પસ્તી એકત્રિત કરી રહ્યા છે અને તેના બદલામાં લોકોને આપી રહ્યા છે માટીના પક્ષીઓ પાણી પી શકે તેવા કુંડની વ્યવસ્થા કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્તમાન સમયમાં શિક્ષિત યુવક યુવતીઓને જો ઘરના કોઈ સભ્ય માટે પણ કશું કોઈની પાસે માગવા જવાનું કહેવામાં આવે તો ઘણા યુવાનો શરમ અને સંકોચની લાગણી અનુભવતા હોય છે. તેવા સમય મોરબીમાં છેલ્લા ઘણા સમયથી યુનાઈટેડ યુથ યુવા ગ્રુપ દ્વારા કર્તવ્ય જીવદયા કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં મોટાભાગના યુવાનો ગ્રેજ્યુએટ છે અને જીવદયાના કામ કરવાથી તેઓને આનંદ મળતો હોવાથી તેઓ નિશ્વાર્થ ભાવે આ કાર્યકરી રહ્યા છે.


ભાવનગર: 42.47 લાખના હિરાની લૂંટ, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો


ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને પીવા માટેનું પાણી ઘણી જગ્યાએ નથી મળી રહ્યું ત્યારે આ યુવાનો દ્વારા અબોલ જીવ એટલે કે પક્ષીઓની ચિંતા કરવામાં આવી રહી છે. અને લોકોના ઘરે ઘરે પક્ષીઓ માટેના પાણીના કુંડા પહોચે તેના માટે આ યુવાનો દ્વારા અનોખું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અને તે અંતર્ગત અત્યાર સુધીમાં મોરબીના જુદાજુદા વિસ્તારમાં રહેતા લોકોના ઘર સુધી આ યુવાનો દ્વારા ૩૦૦૦થી વધુ પાણીના કુંડાને પહોચાડી દેવામાં આવ્યા છે.


ભરૂચ: દિવા ગામ નજીક નર્મદા નદીમાં 3 યુવાનો ડૂબ્યા, એકનો બચાવ


મફતમાં મળતી વસ્તુનોની કોઈ કિંમત નથી હોતી માટે આ યુવાનો દ્વારા મોરબીના લોકોને મફતમાં પાણીના કુંડા દેવામાં આવતા નથી અને કોઈની પાસેથી રૂપિયા પણ લેવામાં આવતા નથી. આ યુવાનો દ્વારા હાલમાં લોકોના ઘરમાં છાપા સહિતની જે પસ્તી પડી હોય તે પસ્તી લઈને તેની સામે તેઓનો પાણીના કુંડા આપવામાં આવી રહ્યું છે. જે સેવાકીય કાર્યમાં લોકો તરફથી પણ ખુબજ સારો સહકાર મળી રહ્યો છે.



જે તે વિસ્તારમાં યુવાનો જયારે રીક્ષામાં પક્ષીને પાણી ભરીને મુકવા માટેના પાણીના કુંડા લઈને જાય છે. ત્યારે લોકોને ખબર પડે કે શિક્ષિત યુવાનો દ્વારા પસ્તી એકત્રિત કરીને પક્ષીઓની તરસ છીપાવવા માટેનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે તેઓ પણ આ યુવાનોના કાર્યને બિરદાવે છે.