મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાંથી પોલીસે એક હવસખોર શખ્સની ધરપકડ કરી છે. જેને બાળકને પોતાની હવસનો શિકાર બનાવ્યો અને બળજબરી પૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નરોડા પોલીસે રાકેશ બિહારી નામની વ્યક્તિની ધરપકડ કરી છે. જેનો પર 13 વર્ષીય સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કરવાનો આરોપી પર આરોપ છે. આ અંગે બાળકના પિતાને નરોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


આ ઘટના અંગે જાણવા મળી રહ્યું છે કે પોલીસ તપાસમાં સામે આવ્યું કે રાકેશ ટિફિન આપવા ગયો ત્યારે રાકેશના શેઠ આરામ કરતા ત્યારે સગીરને ઉપરના માળે મકાનમાં લઈ જઈ બળજબરી કૃત્ય આચર્યું હતુ અને બાળકને અસહ્ય દુ:ખાવો થતા પરિવારને આ બાબતની જાણ થઈ હતી, સગીરને સારવાર માટે મોકલતા સમગ્ર ઘટનાની હકીકતનો પર્દાફાશ થયો હતો. પરિવારે કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે હવસખોર આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.  


હાલ તો  આરોપીને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યો છે. પરંતુ આ ઘટના પરથી દરેક વાલીઓએ પોતાના બાળકો પર પૂરતું ધ્યાન આપવું અને કોઈ બાબત પરિવારથી છુપાવવી નહી તે બાબતે પણ સૂચન કરવું જોઈએ. જેથી આવી  ઘટનાનું પુનરાવર્તન ના થાય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube