ચેતન પટેલ/સુરત: શહેરના ડીંડોલી સ્થિત કરડવા ગામ ખાતે એક યુવક અંદાજીત 80 ફૂટ ઊંડા કુવામાં પડી ગયો હતો. આ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી, જેથી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોચી તેનું રેસ્ક્યુ કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના બે મોટા આંચકા, પેટાળમાં થઈ રહી છે મોટી હલચલ


સુરતના ડીંડોલી કરડવા ગામ પાસે આવેલા અંદાજીત 80 ફૂટ ઊંડા કુવામાં એક યુવક પડી ગયો હોવાની માહિતી ફાયર વિભાગને મળી હતી. જેથી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ યુવકનું રેસ્ક્યુ કર્યું હતું. ફાયર વિભાગે યુવકનું રેસ્ક્યુ કરી પૂછપરછ કરતા તેનું નામ રાહુલ હેમંતભાઈ રાઠોડ અને તે ડીંડોલી હળપતિ વાસ પાસે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.


મોંઘવારીનો ડામ! ગુજરાતના પ્રખ્યાત મરચાની તીખાશ આ વખતે લોકોને ખિસ્સામાં પણ લાગશે!


વધુમાં મળતી માહિતી મુજબ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે યુવક કુવાનાં પાણીમાં ડૂબી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈ તાત્કાલિક રિંગબોયા કુવામાં નાંખવામાં આવી હતી. જેથી યુવકે રિંગબોયા પકડી લેતા ડૂબતો બચ્યો હતો. ત્યારબાદ લેડર સાથે ફાયરના બે જવાન કુવામાં ઉતર્યા હતા અને યુવકને કમરમાંથી બાંધી ઉપર ખેંચવામાં આવ્યો હતો. આ કુવામાં આશરે 15 થી 20 ફૂટ જેટલું પાણી હતું. 


ઓ બાપ રે! ગુજરાતમાં આ વર્ષે કેરીઓ ખાવા નહીં મળે! ખેડૂતોમાં ચિંતા, કારણ છે મોટું


જો કે આખરે ફાયર વિભાગની ટીમે યુવકનું રેક્સ્યું કરી લીધું હતું.