ઓ બાપ રે! ગુજરાતમાં આ વર્ષે કેરીઓ ખાવા નહીં મળે! ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું! કારણ છે મોટું

ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણ સતત બદલાતું રહે છે. જેમાં પણ ગત વર્ષથી ફેબ્રુઆરી મહિનો શરૂ થતા જ ગરમીનો પારો 33 ડિગ્રીથી ઉપર પહોંચી જાય છે અને રાત્રિ દરમિયાન તાપમાન 14 ડિગ્રીની આસપાસ રહે છે.

ઓ બાપ રે! ગુજરાતમાં આ વર્ષે કેરીઓ ખાવા નહીં મળે! ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું! કારણ છે મોટું

ધવલ પરીખ/નવસારી: બદલાતું વાતાવરણ હંમેશા ખેડૂતો માટે ચિંતા લઇને આવે છે. ફેબ્રુઆરીની શરૂઆત થતા જ ગરમીમાં વધારો થતા આંબાવાડીઓમાં કેરીના ખરણ વધ્યુ છે. જેની સાથે નવુ પિલાણ અને મોર બેસતા રોગ જીવાત પણ શરૂ થશે, જેથી ખેડૂતોની સારા પાકની આશા નિરાશામાં પરિણમે એવી સંભાવના વધી છે. 

ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણ સતત બદલાતું રહે છે. જેમાં પણ ગત વર્ષથી ફેબ્રુઆરી મહિનો શરૂ થતા જ ગરમીનો પારો 33 ડિગ્રીથી ઉપર પહોંચી જાય છે અને રાત્રિ દરમિયાન તાપમાન 14 ડિગ્રીની આસપાસ રહે છે. જેને કારણે દિવસે અસહ્ય ગરમી અને રાતે ઝાંકળ સાથે ઠંડી પડતા ખેતી પાકો પર અસર જોવા મળે છે. ખાસ કરીને આંબાવાડીઓમાં જ્યારે કેરીના મોરવા મોટા થતા હોય છે, ત્યારે વધુ પડતી ગરમીથી વટાણા કે તેનાથી મોટા કેરીના મોરવા પીળા પડી જાય છે અને ત્યારબાદ ઝાડ પરથી નીચે ખરી પડે છે. જેને કારણે મબલખ કેરીના પાકની આશા હતી, ત્યાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. 

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગરમીનો પારો 35 ડિગ્રીથી વધુ જવાની અને માવઠુ થવાની સંભાવના પણ સેવવામાં આવી છે, ત્યારે ગત વર્ષોની ખોટ આ વખતે ભરપાઈ થવાની આશા પણ નઠારી નીવડેની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. બીજી તરફ આંબા પર નવી કુંપળો ફૂટી રહી છે, સાથે જ નવી આમ્રમંજરી પણ આવી રહી છે. જેને કારણે આંબો નવી પિલાણ અને ફ્લાવારીંગને વધુ ખોરાક પહોંચાડે છે, જેને કારણે ઝાડ પર જૂની કેરીઓને પોષણ ઓછું મળે છે. 

હાલમાં બુરે તાપમાન 32 થી 33 ડીગ્રી પહોંચે છે અને રાતે 13 થી 14 ડીગ્રી તાપમાન રહેવાને કારણે બંને વચ્ચે 17 થી 18 ડીગ્રીનો તફાવત રહેતા આંબા પર ખરણ વધે છે. જેથી ખેડૂતોએ બદલાતા વાતાવરણમાં કેરીના પાકને બચાવવા પ્રથમ આંબામાં ભુકીછારા નામનો રોગ થવાની સંભાવનાને જોતા દવાનો છંટકાવ કરવો જોઈએ. જેના બીજા દિવસથી વાડીમાં પાણી આપવું જોઈએ અને તેની સાથે ખાતર પણ આપવામાં આવે, તો ખેડૂત નુકશાનીથી બચી શકે છે. 

છેલ્લા 10 વર્ષોથી વાતાવરણની માર સહન કરતા કેરીના રાજાના પાકમાં આ વર્ષે સારો પાક થવાની આશા હતી, પરંતુ ફરી બદલાતા વાતાવરણે નિરાશામાં ફેરવી છે. ત્યારે ગરમીનો પારો વધુ ઉંચે ન જાય અને વાતાવરણ સ્થિર રહે એવી પ્રાર્થના ખેડૂતો કુદરતને કરી રહ્યા છે, જેથી પાછલા વર્ષોની સરખામણીમાં કેરી ગ્રાહકો અને ખેડૂતો માટે મીઠી રહે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news