વડોદરા: વડોદરા જિલ્લા રમત ગમત સબ કોચિંગ સેન્ટર અંતર્ગત  ડી એલ એસ એસ યોજના હેઠળ સી.એ.પટેલ લર્નિંગ ઇન્સ્ટિટયૂટ મોટા ફોફળીયાના ખેલકુદવીર ઠાકોર નરેશજીએ જિમ્નાસ્ટિક્સની જુનિયર કક્ષાની રાષ્ટ્રીય હરીફાઈમાં સિલ્વર મેડલ મેળવી ગુજરાત રાજ્યને ગૌરવ અપાવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત જિમ્નાસ્ટિક્સ એસોસિએશન દ્વારા યોજાયેલ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ઓલ રાઉન્ડ બીજો ક્રમ પ્રાપ્ત કરી મોટા ફોફળીયાનો ડી એલ એસ એસ જિમ્નાસ્ટિક્સના વિદ્યાર્થી ઠાકોર નરેશજીએ તારીખ 21/ 11 /2021 થી 26/11/2021 દરમિયાન જમ્મુ મુકામે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની જુનિયર હરીફાઈમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં ભારતના 21 રાજ્યોમાંથી કુલ 600 ખેલાડી ખેલાડીઓએ ભાગ લીધો હતો. રાષ્ટ્રીય કક્ષાની હરીફાઈમાં પેરેલલ બાર્સ ઇવેન્ટમાં ઉત્તમ દેખાવ કરી નરેશજીએ સિલ્વર મેડલ મેળવી ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે.

Gandhinagar Rape Case: ગૃહમંત્રીનું મોટું નિવેદન, આરોપીને ફાંસીના ફંદા સુધી પહોંચાડવા કરાશે રજૂઆત


મેડલ ઉપરાંત નરેશજી આગામી ખેલો ઇન્ડિયા ની હરીફાઈ માટે પસંદગી પામ્યા છે. ગુજરાત જિમ્નાસ્ટિક્સ એસોસિએશનનાં પદાધિકારીઓ કૌશિક બીડીવાલા અને રણજીત વસાવાએ સમગ્ર હરીફાઇ દરમિયાન ઉપસ્થિત રહીને ખેલાડી અને ગુજરાતની ટીમ ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.


સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત, વડોદરા જિલ્લા રમત ગમત સબ કોચીંગ સેન્ટરના સીનીયર કોચ ભાલાવાલા, ખેલાડી અને કોચ સુમિત ખારપાસને અભિનંદન પાઠવ્યા છે. ઠાકોર નરેશજીના કોચ સુમિત ખારપાસ અને ડી એલ એસ એસ યોજના હેઠળ ટ્રેનર રાજેશ મેઘવાલે આપેલ સઘન તાલીમના ફળ સ્વરૂપ ગુજરાત રાજ્યને જિમ્નાસ્ટિક્સ હરીફાઈમાં મેડલ પ્રાપ્ત થયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube