Bloody Holi: જાહેરમાં કાતર વડે નાના ભાઈ પર મોટો ભાઈ તુટી પડ્યો, પોલીસે કરી આરોપીની ધરપકડ
હોળીના (Holi 2021) દિવસે જેતપુર સીટી પોલીસ સ્ટેશનથી (Jetpur Police Station) માત્ર 100 મીટરના અંતરે આવેલ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં સરાજાહેર એક યુવકની હત્યા (Youth Murder) કરવામાં આવી હતી અને જેતપુર પોલીસે (Jetpur Police) ગણતરી સમયમાં જ આરોપીએ પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી
નરેશ ભાલીયા/ જેતપુર: જેતપુરમાં (Jetpur) હોળીના તહેવાર ઉપર જ જાહેરમાં લોહીની હોળી (Bloody Holi) ખેલાય હતી. દુશ્મની ભૂલીને દોસ્તી બનાવવાનો તહેવાર એટલે હોળી. ત્યારે બે દિવસ પહેલા હોળીના (Holi 2021) દિવસે જેતપુર સીટી પોલીસ સ્ટેશનથી (Jetpur Police Station) માત્ર 100 મીટરના અંતરે આવેલ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં સરાજાહેર એક યુવકની હત્યા (Youth Murder) કરવામાં આવી હતી અને જેતપુર પોલીસે (Jetpur Police) ગણતરી સમયમાં જ આરોપીએ પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
શું હતો બનાવ કોણે કોની કરી હત્યા
જેતપુર પોલીસ સ્ટેશનથી (Jetpur Police Station) માત્ર 100 મીટરના અંતરે જેતપુરના (Jetpur) હાર્ટ સમાન અને 24 કલાક ધમધમતો સ્ટેન્ડ ચોક આવેલો છે. અહીં શહેરના ફૂલોના વેપારીઓ (Florist) ફૂલોનો વેપાર કરવા માટે રેંકડી અને થંલા લગાવે છે. જેમાં વર્ષોથી અહીં જેતપુર ફૂલોનો વેપાર કરતા કામસ શેખ અને તેનો પરિવાર પણ ફૂલની હાટ લગાવીને ધંધો કરે છે. જેમાં તેના બે પુત્રો હારૂન શેખ અને સિકંદર શેખ પણ ધંધો કરે છે. હોળીના (Holi 2021) દિવસે હારૂન પોતાની હાટ ઉપર બેઠો હતો. તે સમયે તેનો મોટો ભાઈ સિકંદર ત્યાં આવ્યો હતો. મારે દારૂ પીવો (Drink Alcohol) છે મને પૈસા આપ એમ કહીં સિકંદરે પૈસા માંગ્યા હતા. ત્યારે હારુને પૈસા આપવાની ના પાડી હતી.
આ પણ વાંચો:- રિવાબાના સમર્થનમાં આવી ગુજરાતની મહિલાઓ, સોશિયલ મીડિયા પર પણ થઈ 'વાહવાહી'
હારુને ના પાડતા સિકંદર ઉશ્કેરાયો હતો અને જેમ તેમ બોલવા લાગ્યો હતો. જેને લઇેન હારૂન ગુસ્સે ભરાયો હતો અને થોડી હાથાપાઈ થઈ હતી. જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હારૂને જ્યાં બેઠો હતો તેની પાસે કાતર પડી હતી તે લઇને સિકંદર તેના નાના ભાઈ હારૂન ઉપર ચડી બેઠો હતો. છાતીના ભાગે કાતરથી જીવલેણ હુમલો (Fatal Attack) કરતા હારુન ત્યાંને ત્યાં ઢળી પડ્યો હતો. જો કે, હારુન હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોતને (Youth Murder) ભેટ્યો હતો. હારુનની હત્યા થતા જેતપુર પોલીસે (Jetpur Police) તાત્કાલિક તેના હત્યાર અને હારુનના મોટા ભાઈ સિકંદરને પકડી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો:- અમરેલીનો આ દોડવીર યુવક સોમનાથથી પહોંચશે અયોધ્યા, 21 દિવસમાં કાપશે 1800 કિ.મીનું અંતર
કોણ છે આ બંને ભાઈઓ
જેતપુરના સ્ટેન્ડ ચોક વિસ્તારમાં બેસીને ફૂલનો ધંધો કરતા કાસમ શેખના બંને પુત્રમાં મોટો સિકંદર અને નાનો હારુન છે. બંને પુત્રો સ્ટેન્ડ ચોકમાં ફૂલોનો ધંધો કરે છે. આરોપી સિકંદરને દરરોજ દારૂ પીવાની આદત છે અને અવારનવાર ચોકમાં ધમાલ કરતો હોય છે. થોડા દિવસ પહેલા બંને ભાઈઓ સિકંદર અને હારૂન અને તેના પરિવાર વચ્ચે થયેલા ઝગડાના હિસાબે તેના પિતા કાસમ શેખે નાના ભાઈ હારુનને બહારગામ રહેવા મોકલી દીધો હતો અને તેને પરિવાર અને ધંધાથી અલગ કર્યો હતો. બનાવના 2-4 દિવસ પહેલા જ તેણે જેતપુરમાં આવીને ફરીથી સ્ટેન્ડ ચોકમાં ફૂલનો ધંધો શરૂ કર્યો હતો. હોળીના દિવસે મોટા ભાઈ સિકંદરને દારૂના પૈસા આપવાની ના કહેતા હારૂનનું મોત થયું હતું.
આ પણ વાંચો:- શું ગુજરાત સરકાર ફરી લગાવશે રાત્રિ કરફ્યૂ? આવતીકાલના નિર્ણય પર સૌની નજર
શું છે ગુના હિત ઇતિહાસ
કાસમના બંને પુત્રો કાંઈ દુધે ધોયેલ ન હતા. બંને 2015 થી ગુના ખોરીની દુનિયામાં ધીમે ધીમે પગલાં મૂકી રહ્યાં હતા અને અત્યાર સુધીમાં હત્યારા સિકંદર ઉપર જેતપુર પોલીસ સ્ટેશનમાં 9 જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે. જેમાં મારામારી, દારૂ પીને ધમાલ કરવી, દારૂ વેચવો વગેરે છે અને નહિ નોંધાયેલ ગુના તો અનેક હશે. જયારે નાનો ભાઈ અને જેની હત્યા થઇ તે હારુન પણ મોટા ભાઈથી ઉતારતો નથી. તેની ઉપર પણ જેતપુર પોલીસ સ્ટેશનમાં 8 જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે અને નહિ નોંધાયેલ ગુના તો અનેક હશે.
આ પણ વાંચો:- મોસાળમાં મા પીરસનારી હોવાના ભાજપના દાવાનો કેન્દ્ર સરકારે જ ઉડાવ્યો છેદ
જેતપુરમાં હારુનનું ખૂન થતા અને તેના ખૂનના ગુનામાં સિકંદર જેલમાં જતા શહેર અને ખાસ તો જેતપુરના સ્ટેન્ડ ચોક વિસ્તારમાં શાંતિનો માહોલ છવાઈ ગયો છે. શહેરમાં કાયમ શાંતિ માટે પોલીસ કાયદો અને વ્યસ્થા મજબૂત કરે તે જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube