Rivaba ના સમર્થનમાં આવી ગુજરાતની મહિલાઓ, Social Media પર પણ થઈ 'વાહવાહી'

સ્ટાર ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના (Ravindra Jadeja) પત્ની રિવાબાના નિવેદનની રાજ્યભરમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે રિવાબાના (Rivaba Jadeja) આ નિવેદનને ક્યાંક મહિલાઓનું સમર્થન મળી રહ્યું છે તો ક્યાંક મહિલાઓ દ્વારા તેનો વિરોધ (Opposed) કરવામાં આવી રહ્યો છે

Rivaba ના સમર્થનમાં આવી ગુજરાતની મહિલાઓ, Social Media પર પણ થઈ 'વાહવાહી'

ઝી મીડિયા બ્યૂરો: સ્ટાર ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના (Ravindra Jadeja) પત્ની રિવાબાના નિવેદનની રાજ્યભરમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે રિવાબાના (Rivaba Jadeja) આ નિવેદનને ક્યાંક મહિલાઓનું સમર્થન મળી રહ્યું છે તો ક્યાંક મહિલાઓ દ્વારા તેનો વિરોધ (Opposed) કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ (Ahmedabad), વડોદરામાં (Vadodara) મહિલાઓ અને યુવતીઓ દ્વારા રિવાબાનું સમર્થન (ISupportRivaba) કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ રાજકોટમાં (Rajkot) ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત આંદોલન પર ઉતરવાની ચીમકી આપી છે તેમજ રિવાબાને ક્ષત્રિય સમાજની (Kshatriya Samaj) માફી માંગવા પણ કહેવામાં આવ્યું છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા (Social Media) પર રિવાબાની વાહવાહી થઈ રહી છે અને તેમના સપોર્ટમાં મહિલાઓ જોવા મળી રહી છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર #ISupportRivaba ટ્રેન્ડ કરી રહ્યું છે.

ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાનાં (Ravindra Jadeja) પત્ની રિવાબા જાડેજા (Rivaba Jadeja) જામનગરના 'મોટી લાખાણી' ગામમાં ગયા હતા. જ્યાં બહેનોને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી આપી હતી એ દરમિયાન તેમણે કહ્યું હતું કે, દીકરીને ભણતર અને દીકરાને સાવરણી આપીએએ બંને સરખું છે. એક વાર દીકરાને કહેવાની જરૂર છે કે ચલ ઓરડામાં ઝાડૂ કરી દે. દીકરીઓને ભણાવવી જોઈએ અને ઘરકામ માટે દીકરીઓને ઘરે રાખવાની જરૂર નથી. વધુમાં રિવાબાએ જણાવ્યું હતું કે, આપણા દીકરાઓ પાસેથી પણ ઘર કામ માટે મદદ લઈ શકાય છે. અને આવું કરવામાં જાડેજા કે ઝાલા લાગતું હોય તો તેના પર કોઈ ચેકો નહીં મારી દે.

તેમણે મંચ પરથી કહ્યું કે મારા હસબન્ડ રવિન્દ્રસિંહ જાડેજા ઘરનું 50 ટકા કામ કરાવે છે. હું રોટલી કરતી હોઉં તો ચા રવિન્દ્રસિંહ મૂકે છે. એટલે કે દીકરાઓ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી. હાલ આ અંગેનો તેમનો વીડિયો વાઈરલ થયો છે. રિવાબાના નિવેદન બાદ વિવાદ ઉભો થઈ ગયો છે. ત્યારે ઝી 24 કલાકે ગુજરાતની અન્ય મહિલાઓ પાસેથી આ અંગે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો.

છોકરાઓ છો તો ઘરના કામ કરવામાં તમે નાના નહીં થઈ જાઓ
અમદાવાદની મહિલાઓએ રિવાબાના સમર્થનમાં કહ્યું કે, તેમની કહેવાની રીત ખોટી છે. પરંતુ તેમનો મોટિવ છે, જે તેઓ કહેવા માંગે છે તે ખોટું નથી. તેમનું આ કહેવું કે છોકરાઓને સાવરણી આપો તે એકદમ ખોટું છે. જો તમે સ્ત્રી પુરૂષની ઈક્વાલીટીની વાત કરી રહ્યા છો તો તે પહેલાથી ઇન્ડિયામાં કરવામાં આવી જ રહી છે. કેમ કે, ગામડાઓમાં મહિલાઓ પહેલાથી ખેતરમાં કામ કરી રહી છે. પુરૂષ પણ કરે છે અને સ્ત્રીઓ પણ કરે છે. બંને ભેગા મળીને ઘરનો ખર્ચો ઉપાડે છે. જ્યારે તે તમને ઘરના ખર્ચા માટે કમાવવામાં મદદ કરી રહી છે તો તમે તેને ઘરના કામમાં કેમ મદદ કરી શકતા નથી.

આપણે જુની પેઢીનીને તો ચેન્જ નથી કરી શકતા કેમ કે, તેમનો ઉછેર એ રીતે થયો છે. પરંતુ આજની જે જનરેશન છે, આજના જે બાળકો છે, આપણે આજની માતાઓ છીએ, તો આજે આપણે આપણા બાળકોને એ શિક્ષા કેમ ન આપી શકીએ કે, તમે છોકરાઓ છો તો ઘરના કામ કરવામાં તમે નાના નહીં થઈ જાઓ. તમે હેલ્પ કરશો તો તમે પણ ઈક્વલ રહેશો. તમારી પત્ની ઈક્વલ રહેશે. તમારી બહેન પણ ઈક્વલ રહેશે અને તમામ સ્ત્રીઓ ઇક્વલ રહેશે.

પરિવારના સભ્યોએ દીકરીઓને આગળ વધવા પ્રોત્સાહિત કરવી જોઈએ
વડોદરાની યુવતીઓએ રિવાબાના સમર્થનમાં કહ્યું કે, શિક્ષિત સમાજ માં આજે પણ ક્યાંકને ક્યાંક દીકરીઓ સાથે ભેદભાવ કરવામાં આવતો હોય છે. જો એક દીકરી ઘરની જવાબદારી સંભાળતી હોય તો એજ કામ દીકરો કેમ ન કરી શકે. ત્યારે પરિવારના સભ્યોએ આગળ આવી દીકરીઓને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવી જોઈએ. રિવાબા ના નિવેદન પર સમર્થન આપતા વડોદરા ની યુવતીઓ એ જણાવ્યું હતું કે દીકરાઓની જેમ દીકરીઓને પણ સમાજમાં સ્વતંત્ર રીતે જીવી આગળ આવવાનો અધિકાર છે ત્યારે વડોદરાની યુવતીઓએ રિવાબાના નિવેદનને વખાણી પોતાનું સમર્થન આપ્યું હતું.

ક્ષત્રિયના દીકરાને તલવાર શોભે અને સાવરણી ના શોભે
રાજકોટની ક્ષત્રિય સમાજની મહિલાઓએ રિવાબાના વિરોધમાં કહ્યું કે, અમારા જે રાજા રજવાડા હતા તેમને એટલું અભિમાન ન હતું. ત્યારે રિવાબા એક ક્રિકેટરના વાઈફ થઈ ગયા એટલે એમને એટલું અભિમાન આવી ગયું કે, ક્ષત્રિયોનો દીકરો શું કહેવાય. ક્ષત્રિયના દીકરાને તલવાર શોભે અને સાવરણી ના શોભે. ક્ષત્રિયનો દીકરો ગરીબમાં ગરીબ હોય એક ટકનું લઇને ખાતો હશે છતાં ક્ષત્રિયનો દીકરો સાવરણી પકડતો નથી. આ રિવાબા ઉંચા લેવલ પર ગયા છે તો તેમણે પોતાની માનસિકતા ગુમાવી હોય એવું લાગી રહ્યું છે. રિવાબા ક્ષત્રિય સમાજના દીકરી થઈ જો આવું બોલે તો રિવાબાએ ક્ષત્રિય સમાજની માફી માંગવી જોઇએ.

એમનું સ્ટેટમેન્ટ એકદમ સસ્તી લોકપ્રિયતાવાળું છે: કરણી સેનાના ગુજરાત પ્રમુખ
ત્યારે આ મામલે કરણી સેનાના ગુજરાત પ્રમુખે રિવાબાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, વીડિયોમાં જે પ્રમાણે રિવાબા બોલવા માંગે છે જે પ્રમાણે પુરૂષ અને સ્ત્રી આજના યુગ માટે બરાબર જ કામ કરે છે. રિવાબાને કહેવાની જરૂર નથી કે એક સાવરણી સાથે એમને એક મુક્યું છે પુરૂષોને. એ યોગ્ય નથી. એ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આવું સ્ટેટમેન્ટ કેમ આપે છે. એ કરણી સેનાને આ વસ્તુમાં લેવા દેવા નથી. અમારી કરણી સેનામાં 36 કોમનો ઉલ્લખ છે. એમાં અમે સમાજને બરાબરી 50 ટકા રાખ્યા છે. આપણે જાતી છોડો હું તો બધા 36 કોમને લઇને ચાલું છું. એ કરણી સેનાનો હું અધ્યક્ષ છું. એટલે એમનું સ્ટેટમેન્ટ એકદમ સસ્તી લોકપ્રિયતાવાળું છે એને અમે વખોળી કાઢીએ છીએ.

આજના યુગમાં આ 21મી સદી છે એમાં સ્ત્રી પુરૂષ બંને એક સમાન છે. દરેક સમાજમાં રાજપૂત નહીં હું દરેક સમાજની વાત કરીશ. આજે સ્ત્રીઓ જોબ કરવા જાય છે. પાયલોટ છે. ટ્રેનના પણ ડ્રાઇવર છે. લગભગ ઓફિસોમાં 50 ટકા તેઓ કામ કરે છે. પરંતુ આ રીતે શબ્દો કહીને પોતાના સ્ટેટમેન્ટ આપીને કે મહિલાઓ સાથે આ છે માણસને પણ સાથે રહેવું જોઇએ. એ એમને કહેવાની જરૂર નથી. એ ઓલરેડી લોકો કરે છે અને સંમત છીએ અમે લોકો. એમના કહેવાથી દામ્પત્ય જીવનમાં ક્યાંકને ક્યાંક ખટાશ ઉભી થયા છે. તે ન થવું જોઇએ. આ સ્ટેટમેન્ટ આપે તે પહેલા તેમણે વિચારવું જોઇએ કે હું શું સ્ટેટમેન્ટ આપી રહી છું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news