ઉછીના પૈસા આપતા પહેલા સો વાર કરજો વિચાર, સુરતની ઘટનામાંથી લેવા જેવી છે શીખ
સુરત: સુરતના નવસારી બજાર પાસે આવેલા ગોપી તળાવ નજીક બે દિવસ પહેલા બાકી નીકળતા રૂપિયાની ઉઘરાણીના મુદ્દે મિત્રો વડે થયેલા જીવલેણ હુમલામાં ઈજાગ્રસ્ત યુવાનનું સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
ચેતન પટેલ, સુરત: સુરતના નવસારી બજાર પાસે આવેલા ગોપી તળાવ નજીક બે દિવસ પહેલા બાકી નીકળતા રૂપિયાની ઉઘરાણીના મુદ્દે મિત્રો વડે થયેલા જીવલેણ હુમલામાં ઈજાગ્રસ્ત યુવાનનું સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. બનાવની જાણ થતા સલાબતપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:- રાષ્ટ્રગાન સાથે ભારત ઝિંદાબાદના નારા ‘મક્કા’માં ગુંજ્યા, કરાયું ધ્વજવંદન
સુરતના નવસારી બજારમાં રહેતા શાહિદ ખાન શટર રિપેરિંગનું કામકાજ કરતો હતો. તેણે છોટુ નામના મિત્રને ઉછીના રૂપિયા આપ્યા હતા. જો કે, ઉછીના રૂપિયા લીધા બાદ છોટુ રૂપિયા ચૂકવતો ન હતો. બીજી તરફ શાહિદે પણ ઉઘરાણી શરૂ રાખી હતી. તે દરમિયાન રૂપિયા આપવાનું કહી છોટુએ શાહિદને બોલાવ્યો હતો.
આ પણ વાંચો:- 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ, સૌથી વધુ પાશીના અને સતલાસણામાં 6 ઈંચ
જ્યાં છોટુએ તેના મિત્ર સાથે મળીને શાહિદ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા શાહિદને તાત્કાલીક સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં આજે સારવાર દરમિયાન તેનું કરુણ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા સલાબતપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જુઓ Live TV:-