24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ, સૌથી વધુ પાશીના અને સતલાસણામાં 6 ઈંચ
આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં રાજ્યના 77 તાલુકામાં વરસાદ પડ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના પોશીના અને મહેસાણાના સતલાસણમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
Trending Photos
હિતલ પારેખ, ગાંધીનગર: આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં રાજ્યના 77 તાલુકામાં વરસાદ પડ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના પોશીના અને મહેસાણાના સતલાસણમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. બંગાળના દરિયામાં લો પ્રેસર બન્યું હતું તે આગળ વધી રહ્યું છે. જેને પગલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ શક્યતાઓ છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 191 તાલુકામાં વરસાદ પડ્યો છે. જ્યારે આજે સવારથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદ ભારે મહેર જોવા મળી રહી છે. છેલ્લા કલાકમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના પોશીના અને મહેસાણાના સતલાસણામાં પણ 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.
જ્યારે પાટણના હારીજમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો બનાસકાંઠાના દાંતા અને પાટણના સિદ્ધપુરમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતના 12 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના 27 તાલુકામાં 2 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે જ રાજ્યના 52 તાલુકામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે