આશકા જાની/ અમદાવાદ: ભારત સહિત સમગ્ર વિશ્વમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. આ કોરોનામાં લોકોએ દરેક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. તેમજ લોકોની આર્થિક સ્થિતિ પણ બગડી છે. ત્યારે વર્ષોથી ચાલતા રાજગાર ધંધા પણ આ કોરોનાને કારણે ઠપ થઈ ગયા છે તો બીજી તરફ કેટલાક લોકો આત્મનિર્ભર પણ બન્યા છે. તો આવો જ એક કિસ્સો અમદાવાદ નજીક આવેલા મેઢા ગામમાં બન્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેતન પટેલ મૂળ કડી તાલુકાના મેઢા ગામના વતની છે અને તેમણે પોતાના જ મેઢા ગામમાં શ્રી રાધેકૃષ્ણ ગીર ગૌશાળા સ્થાપી છે. આમ તો ચેતનભાઈ પહેલાથી જ ગૌભક્ત છે. ગાયોની સેવા કરવી તેમને ખૂબ જ ગમે છે. બિઝનેસ બંધ થઈ જતાં આવક પણ બંધ થઈ ગઈ હતી તેથી તેમને કંઇક નવું કરવાનો વિચાર આવ્યો હતો. ત્યારે ચેતનભાઈએ તેમના મિત્ર જિજ્ઞેશ શાહ સાથે મળીને ગૌશાળા શરૂ કરી છે.


આ પણ વાંચો:- ગુજરાત પોલીસ પરિવારને લાગ્યું ગ્રહણ, PI ના પત્ની બાદ હવે અમદાવાદના ASI ની પુત્રી ગુમ


છેલ્લા 7 વર્ષથી ચેતનભાઈ ઇન્ટિરિયર ડિઝાઈનરના બિઝનેસ સાથે સંકડાયેલા હતા. પરંતુ કોરોના કાળમાં મંદી આવતા તેઓએ ગૌશાળા શરૂ કરી અને પ્રથમ વર્ષમાં જ સાત લાખના ઓર્ગેનિક ગાયના દૂધ અને ઘીનું વેચાણ કર્યું છે. કોરોના કાળમાં ધંધો બંધ થયો પરંતુ ચેતનભાઈ નિરાશ થયા નહીં અને આત્મનિર્ભર બની ગૌશાળા શરૂ કરી હતી. પહેલા તેઓ ગીરની 2 ગાય લાવ્યા અને હાલ તેમની પાસે 25 જેટલી ગીરની ગાય છે.


ચેતનભાઈ પોતે જ ગાયનું દૂધ અને ઘી અમદાવાદમાં ગ્રાહકો સુધી તેમના ઘરે પહોંચાડે છે. ગીર ગાયનું દૂધ 100 રૂપિયે લિટર અને 2400 રૂપિયે લિટર શુદ્ધ ઘીનું વેચાણ કરે છે. ચેતનભાઈએ અનેક પડકારોને પાર કરીને સફળતાની સીડીઓ ચડી છે. ચેતનભાઈ અમદાવાદમાં જાતે જ દૂધની ડિલિવરી તેમના ગ્રાહકોના ઘરે જઈને કરે છે. ગાયને માતા માનીને પરિવારના સભ્યોની જેમ ચાકરી કરે છે. ચેતનભાઈના પરિવારના તમામ સભ્યો ગૌશાળામાં કામ કરે છે.


આ પણ વાંચો:- ક્યાં ગાયબ થઈ ગયા કચ્છના શિયાળ? જાણો કાળા ડુંગર પર પ્રસાદી ખાવા હવે કેમ નથી આવતા શિયાળ


તેમના દ્વારા 12 લાખનું રોકાણ કરી ગૌશાળામાં ગીરની 25 ગાય છે. તેમનો ઘાસચારો પણ ગૌશાળાની જમીનમાં ઓર્ગેનિક ઉગાળવામાં આવે છે. ગાયોની સારસંભાળ પણ પરિવારના સંભ્યો રાખે છે. ગૌશાળામાં ચેતનભાઈના માતા કૈલાશબેન તથા પિતા જયંતીભાઈ તેમજ ચેતનભાઈના ભાઈ મેહુલ પટેલ અને તેમના પત્ની રચનાબેન તેમની સાથે કામ કરે છે. ગૌશાળાનું તમામ કામ પરિવારના લોકો જાતે જ કરે છે.



ગાયોને દોહવાનું કામ પણ વૈદિક પદ્ધતિ એટલે કે હાથ વડે જ કરવામાં આવે છે. ગાય દોહ્યા બાદનું એ પ્યોર દૂધ અમદાવાદમાં ગ્રાહકો સુધી પહોંચાવામાં આવે છે. ગૌશાળામાં ગાયોને સાચવવા તેમજ તેમને જીવજંતુથી રક્ષણ આપવા માટે પણ ચેતનભાઈ અને તેમના પાર્ટનર જિજ્ઞેશભાઈએ અલગ પ્રકારની વ્યવસ્થા કરી છે. ગૌશાળામાં ગાયને માખી-મચ્છર જેવા જીવજંતુથી રક્ષણ મળે તે માટે શેડની ચારે તરફ મચ્છરજાળી લગાવીને સુરક્ષિત રાખવામાં આવે છે.


આ પણ વાંચો:- સાસરિયાના ત્રાસથી ASI ની પુત્રી ગુમ, પિતાના નામે છોડ્યો હૃદયસ્પર્શી ઓડિયો...


દરેક ગાય જેટલું પાણી પીવે એટલું ઓટોમેટિક પાણી તેના કુંડામાં ભરાઈ જાય એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પરિવારના સભ્યો જાતે જ ગૌશાળામાં મહેનત કરે છે. ગાયોને માત્ર 30 મિનિટમાં દોહવામાં આવે છે. ગૌમૂત્ર, ગાયનું દૂધ અને ઘી વગેરે અમદાવાદમાં પહોંચાડવા માટે તેમણે એક ચેનલ શરૂ કરી છે. ચેતનભાઈ કહે છે કે, ગાયમાં ખૂબ જ પોઝિટિવ એનર્જી હોય છે. ઘરના બાળકો પણ ગૌશાળામાં જાતે જ ગાયોની માવજત કરે છે.


ગીર ગાયનું દૂધ સર્વેશ્રેષ્ઠ દૂધ ગણાય છે. તેઓ અમદાવાદમાં ગીર ગાયનું દૂધ 100 રૂપિયે લિટર આપે છે. ગીર ગાયના દૂધમાંથી વલોણા પદ્ધતિ દ્વારા તૈયાર કરેલું ઓર્ગેનિક દેશી ઘી તેઓ 2400 રૂપિયે લિટર આપે છે. લોકોને ઓર્ગેનિકના નામે ભળતી વસ્તુઓ મળે છે. પરંતુ ચેતનભાઈ શુદ્ધ ઘી અને દૂધ લોકોને પહોંચાડી રહ્યા છે. દિવસે દિવસે તેમના ગ્રાહકોમાં સતત વધારો થઈ રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube